Homeવાદ પ્રતિવાદએક સત્ય કથા: તબીબોએ જેના આયુષ્યની ભવિષ્યવાણી એક વર્ષની આંકી હતી તે...

એક સત્ય કથા: તબીબોએ જેના આયુષ્યની ભવિષ્યવાણી એક વર્ષની આંકી હતી તે ૯૫ વર્ષ કઈ રીતે જીવી ગયો?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દિવ્ય કુરાન આહ્વાન આપે છે કે ધનવાનોના ધનમાં યાચકો અને વંચિતોનો નિશ્ર્ચિત અધિકાર છે.
હઝરત અલી અલૈયહિ સલ્લામ (અ.સ.) ફરમાવે છે કે, ધનાઢ્યોના ધનમાં નિર્ધનનો ભાગ છે…!
આ આદેશોને કાર્યકારી રૂપ આપવા ઝકાત થકી દાનને સ્વૈચ્છિક નહીં પણ બંધનકર્તા ઠેરવ્યું. તેને દીને ઇસ્લામના પાંચ સ્તભો સમા સિદ્ધાંતોમાં સ્થાપિત કરી ધારા-ધોરણો નક્કી કર્યા. સર્વે ધર્મોએ અને સમાજશાસ્ત્રીઓએ દાનનો મહિમા ગાયો છે. તેનું આહ્વાન કર્યું છે. દાન દાનીઓના જીવન પર ઘેરી અસર કરે છે. તેનું જીવતું-જાગતું દૃષ્ટાંત છે જોહન રોકફેરલ. આ વાત સત્ય ઘટના પર આધારિત છે.
એક સમયે રોકફેરલ જગતના સર્વોચ્ચ કુબેરપતિ હતા. વિશ્ર્વના એકમાત્ર પ્રથમ અબજોપતિ! માત્ર પચ્ચીસ વર્ષની વયે તેણે અમેરિકાની એક મહાકાય તેલ રિફાયનરી પર નિયંત્રણ જમાવ્યું. ૩૮ વર્ષની વયે અમેરિકાનું ૯૦% તેલ સાફ (રીફાઈન) કરવા લાગ્યા. પચ્ચાસ વર્ષની વયે અમેરિકામાં તે સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા, પરંતુ ત્રેપન વર્ષની વયે તે અજબ માંદગીમાં પડકાઈ પડ્યા. નામાંકિત તબીબો તેની માંદગી નિદાન કરવા અસમર્થ રહ્યા. તેનું શરીર વેદનાગ્રસ્ત થઈ ક્ષીણ થવા લાગ્યું. વાળ ખરી ગયા. જગતની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ ખરીદવા સમર્થ અબજોપતિનું પેટ માત્ર સુપ અને પાંઉ પચાવી શકતું હતું. તેના એક સહાધ્યીએ લખ્યું તે નિદ્રાધીન નહોતા થઈ શકતા. સ્મિત નહોતા કરી શકતા. તેના માટે જીવનનો કંઈ જ અર્થ નહોતો રહ્યો. તેના લાંબી પદવી ધરાવતા તબીબોએ તેના જીવનકાળને માત્ર એક વર્ષનું કહ્યું.
ગતિએ મૃત્યુ ભણી ધસતા એક સવારે તેને સૂઝયું કે મારું જીવન મારા નિયંત્રણમાં નથી. આ સઘળી સંપત્તિ અહીં જ મૂકીને મારે ખાલી હાથે જવું પડશે. તેનો સદુપયોગ થવો જોઈએ. તેણે તેના કાયદા સલાહકારો, હિસાબનવીશો અને વરિષ્ઠ સચિવોને બોલાવી પોતાનો નિર્ણય જણાવી રૂગ્ણાલયો અને સંશોધન ઈન્સ્યુલીન તેમજ મલેરિયા, ક્ષય અને ડિફિથેસીયા જેવા ઘાતકી રોગોના ઉપચાર પ્રાપ્ત થયા,
પરંતુ રોકફેલરના જીવનમાં આશ્ર્ચર્યજનક વળાંક આવે છે. તેના સ્વાસ્થ્યમાં જબ્બર ફેરબદલ થાય છે, તે સુધરવા લાગે છે. તબીબોએ ભવિષ્યવાણી ભાખી હતી કે રોક ફેલર ૫૩ વર્ષની વયે મૃત્યુ પામશે પણ તેણે ૯૮ વર્ષનું પરોપકારી દીર્ઘ આયુષ્ય ભોગવી જગતથી વિદાય લીધી.
મૃત્યુ પહેલા રોકફેલરે રોજનીશીમાં નોંધ્યું કે સર્વે વસ્તુઓનો સ્વામી સર્વશક્તિમાન સર્જક છે. તેની ઈચ્છાઓને આધીન થવા હું માત્ર માધ્યમ હતો. મારી જીવનયાત્રા સંપૂર્ણ ફળદાયી રહી. પુષ્કળ પ્રવૃત્તિ કરી અને જીવન માણ્યું. માર્ગમાં મેં સઘળી આપદાઓ અને વેદનાઓનો ત્યાગ કર્યો. સર્જકની મારા પર અસીમ સહસ્મિત કૃપા હતી…!
બોધ:
* સામાજિક વિકાસાર્થે શાંતિ અનિવાર્ય છે, પરંતુ શાંતિ ખંડિત કરતા પ્રવાહોમાં આર્થિક અસમાનતા મુખ્ય છે.
* વિશ્ર્વ સૃષ્ટિ બે ભાગમાં વિભાજિત છે.
* અઢળક સમૃદ્ધિ અને દારૂણ દરિદ્રતા વચ્ચે રક્તપાતી સંઘર્ષ છે.
* જઠરની જ્વાળામાં મહાસત્તાઓ પણ ભષ્મ થઈ જાય છે, જેના જીવતા-જાગતા દૃષ્ટાંતો રશિયા અને આતંકવાદ આ અસમાનતાની ઊપજ છે.
* ખરા આતંકવાદીઓ કદાચ સાધન સંપન્ન હશે, પરંતુ તેના હાથા બનતા યુવાનો અવશ્ય આ દ્વેશથી પીડિત છે. પારિવાહિક આર્થિક સમસ્યાઓ તેમને કોરી ખાઈ છે. તેમનું માનસિક ધોવાણ સરળ હોય છે.
સચ્ચાઈ:
યે જઝબા હમદર્દીસે બઢકર હોતા હૈ,
કિસ કે દર્દ કો સમજને સે બહેતર હોતા હૈ,
સારે જહાં કા દર્દ જબ અપના લગતા હૈ,
ઔર ખુદ કા દર્દ સબ સે કમતર લગતા હૈ… – આબિદ લાખાણી
* * *
ઈન્સાનિયતને જીવંત રાખવા:
ખૈર, અગર તુમસે ન જલ પાએં વફાઓ કે ચિરાગ,
તુમ બુઝાના મત જો કોઈ દુસરા રોશન કરે…!
* * *
આજની વાત:
તમારા આંસુ અતિ કિંમતી છે. તેને મુસીબતોને ભેટ ચડાવો નહીં અને પછી જોઈ લો કે જીવન શું છે…?
* * *
આજનો સંદેશ:
થોડુંક સબર કરો તો વાદળાં વિખરાય જશે અને તડકો નીકળી આવશે.
* * *
આજની હકીકત:
અફસોસ છે તે લોકો માટે કે જેઓ તોલમાપમાં ઓછું આપે છે.
આજનો લા’જવાબ શે’ર:
દુનિયા ભી અજીબ સરાયે-ફાની દેખી,
હર ચીજ યહાં કી આની-જાની દેખી,
જો આ કે ન જાય વો બુઢાપા દેખા,
જો જા કે ન આય, વો જવાની દેખી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -