Homeઉત્સવસિનેમાની સફર

સિનેમાની સફર

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે, જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
ફાઈનાન્સર
જે કપાસ કે અનાજમાં નાણાં રોકે છે તેને શેઠજી કહેવામાં આવે છે અને જે ફિલ્મોમાં નાણાં રોકે છે તેને ફાઈનાન્સર કહેવામાં આવે છે. ફક્ત ભાષાનો ફરક છે. શેઠજીને પણ ફાઈનાન્સર કહેવાનું આમ તો એવું છે કે ચાંચડને બેડ બગ કહેવું.
ફાઈનાન્સરની પાસે પૈસા હોય છે અને ફિલ્મ પૈસાથી બનતી હોય છે. જોકે, ફાઈનાન્સર ક્યારેય ફિલ્મ બનાવતો નથી, તે ફિલ્મ બનાવડાવે છે. જેવી રીતે કમલ કીચડમાં હોવા છતાં પણ કીચડમાં હોતું નથી તેવી જ રીતે ફાઈનાન્સર ફિલ્મોમાં હોવા છતાં ફિલ્મોમાં હોતો નથી. તે ફિલ્મમાં ફક્ત પૈસાનું રોકાણ કરે છે. પડદા પર તેનું નામ તો આવે છે, પરંતુ ફિલ્મ પડદા પર પહોંચવા પહેલાં જ તે પોતાનું વ્યાજ અને મૂડી વસૂલ કરીને અલગ થઈ ગયો હોય છે. કીચડમાં કમળની જેમ.
ગાયક-ગાયિકા
ફિલ્મોમાં સ્ટાર્સ બાદ જો કોઈની સુખદ સ્થિતિ હોય તો તે ગાયકોની હોય છે. એક વખત જો ચાલી પડ્યા તો ચાલી પડ્યા. પછી આ રેકોર્ડિંગ સ્ટેશનથી પેલા રેકોર્ડિંગ સ્ટેશન પર અને તે રેકોર્ડિંગ સ્ટેશનથી આ રેકોર્ડિંગ સ્ટેશન સુધી. એક વખત માઈકની સામે ઊભા થઈ ગયા તો રૂ. ૬૦-૭૦ હજાર રાખી લો. ફિલ્મ તો જ્યારે રિલીઝ થવાની હશે ત્યારે થશે, પરંતુ ગાયકો પોતાના પૈસા રેકોર્ડિંગ સ્ટેશનની બહાર નીકળવા પહેલાં અંદર કરી નાખતા હોય છે.
પ્લેબેક ગાયકોનું કામ ‘આમ તો આમ ઔર ગુઠલિયોં કે દામ’ જેવું હોય છે. એક ગીત ફિલ્મમાં ગાયું એટલે તે થયું ‘આમ’ અને પછી તે જ ગીત હિટ થઈ ગયું અને પ્લેબેક ગાયકે તેને સ્ટેજ પ્રોગ્રામમાં ગાયું તો તે થઈ ગઈ ‘ગુઠલી’. એક પછી એક પ્રોગ્રામમાં ગોટલીને ચૂસતા જાઓ અને પૈસા બનાવતા જાઓ. આવી મજાની જિંદગી હોય છે ગાયકોની.
શબ્દાંકન: વિપુલ વૈદ્ય

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -