Homeઉત્સવસિનેમાની સફર

સિનેમાની સફર

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોંકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
——–
નૃત્ય નિર્દેશક
આમ તો નૃત્ય નિર્દેશક શરૂઆતથી જ ફિલ્મનું અભિન્ન અંગ રહેલું છે, પરંતુ જ્યારથી ચિત્રહાર, જસ્ટ ડાન્સ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને નહેલે પર દહેલા જેવા કાર્યક્રમો બનવા લાગ્યા છે ત્યારથી આ અભિન્ન અંગને બદલે કરોડરજ્જુ અથવા તો મુખ્ય આધાર બની ગયો છે. અંગ તો શરીરમાં એક વખત નહીં હોય તો પણ કામ ચાલી શકે છે, પરંતુ કરોડરજ્જુ વગર તો કામ ચાલી જ શકે નહીં. ફિલ્મ તો લોકો જ્યારે જોશે ત્યારે જોશે. વાસ્તવિક સમસ્યા એ છે કે ફિલ્મની પહેલાં આવા કાર્યક્રમોમાં નૃત્ય સિવાય દેખાડે તો દેખાડે શું.
ફિલ્મનો અસલી દિગ્દર્શક, નૃત્ય નિર્દેશક પર એટલો બધો આશ્રિત થઈ ગયો છે કે હવે તે તેના પર ભારે પડવા લાગ્યો છે અને તેનાથી પણ આગળ નીકળી ગયો છે. તેની ગાદી પર બેસી ગયો છે. બરાબર એવી જ રીતે જેમ જૂના જમાનામાં કોઈ સેનાપતિ પોતાના રાજાને હટાવીને તેની ગાદી પર બેસી જતો હતો. કહેવાનો અર્થ એવો છે કે ફિલ્મ દિગ્દર્શક વગર તો બની જાય છે, પરંતુ નૃત્ય નિર્દેશક વગર ફિલ્મ બની શકતી નથી. નાયક નાયિકા સેટ
———
સ્ટન્ટ ડિરેક્ટર
હેલિકૉપ્ટર પરથી કૂદવાનું હોય કે પછી કાચ તોડીને બહાર નીકળવાનું હોય કે પછી એક મોટર સાઈકલને એક ટ્રકની ઉપરથી કે નીચેથી કાઢવાની હોય તો વિચારો કે કેટલા જોખમનું કામ રહેતું હશે? આવા પ્રકારના અનેક ખતરનાક દૃશ્યોના શૂટિંગની પાછળ એક સ્ટન્ટ ડિરેક્ટરનું મગજ અને તેની આખી ટીમ હોય છે.
અસલી દિગ્દર્શક તો પોતાની આવશ્યકતા જણાવીને એક તરફ બેસી જતો હોય છે અને ત્યારબાદ સ્ટન્ટ દિગ્દર્શક એ ખતરનાક દૃશ્યને અંજામ આપે છે. અનેક વખત તેની ટીમના લોકો જખમી થતા હોય છે, કેટલીક વખત તો તેમની ટીમના સભ્યો ક્યારેક મરણ પણ પામતા હોય છે. હજી હમણાં થોડાં વર્ષો પહેલાં એક સ્ટન્ટમેનને કાર સાથે નદીમાં પડવાનું હતું અને પછી થોડા સમય બાદ બહાર આવી જવાનું હતું. તે કારની સાથે પાણીમાં કૂદી તો ગયો, પરંતુ બહાર ન નીકળી શક્યો કેમ કે કારનો દરવાજો જ ખુલ્યો નહોતો.
ફિલ્મોમાં ગ્લેમર છે તો જોખમો પણ છે. ફિલ્મો વ્યાપાર છે તે કળા પણ છે. ફિલ્મોમાં દુ:ખની ક્ષણો આવે છે તો ખુશીની પળો પણ આવે છે. આ બધી પળોને આકાર આપે છે સ્ટન્ટ ડિરેક્ટર.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -