Homeઉત્સવ‘જીવન શિલ્પ’ તથા ‘ગોરસ કથાઓ’નો ખજાનો

‘જીવન શિલ્પ’ તથા ‘ગોરસ કથાઓ’નો ખજાનો

પુસ્તકોની દુનિયા

મુંબઈ સમાચાર તથા જન્મભૂમિ પ્રવાસીની રવિવારની પૂર્તિઓમાં વર્ષો સુધી લોકપ્રિય લેખક ગિરીશ ગણાત્રાની જીવન શિલ્પ કથાઓ તથા ગોરસ કથાઓ પ્રગટ થતી રહી છે. એમ કહેવાતું કે ગિરીશ ગણાત્રાની કલમના વાચકો નહોતા ચાહકો હતા. લેખક આજે આપણી વચ્ચે ન હોવા છતાં વાચકોની ઓન ડિમાન્ડને ન્યાય આપવા માટે એમની કથાઓ પ્રગટ થતી રહે છે. આપણા સમાજની આપણી આસપાસના જગતની જ વાત આપણી સમક્ષ તેમણે મૂકી છે. ક્યાંય ઊંચા આદર્શવાદના આડંબર નથી કર્યો, ક્યાંય સ્વર્ગ મોરીની રંગીન કલ્પનાઓના પ્રદર્શનો નથી કર્યાં, ક્યાંય ધર્મના ઉપદેશનો ડોળ નથી કર્યો અને છતાં દરેક કથા માનવીને જીવનની ઊંચાઈના દર્શનથી ધન્ય કરે છે.
આ તમામ ૮ (આઠ) પુસ્તકો ફરી ફરી
રીપ્રિન્ટ થયાં કરે છે તે તેની લોકપ્રિયતા
બતાવે છે. આ દરેક પુસ્તકોની કિંમત ૨૭૫.૦૦ છે. કુલ સેટનાં ૨૨૦૦.૦૦ રૂ. થાય છે, પણ આ સંપૂર્ણ સેટ ખરીદનારને ફકત ૧૮૦૦.૦૦ રૂ.માં મળશે. આ દરેક પુસ્તકો છૂટક પણ મળી શકશે. ડિલિવરી ચાર્જ ફ્રી. રૂ. ૧૮૦૦.૦૦માં આ ૮ (આઠ) પુસ્તકો તમને ઘરે બેઠાં મળી જશે.
પ્રાપ્તિ સ્થાન:
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, દવા બજાર, મુંબઈ-૨. ટેલિ. ૨૨૦૧૭૨૧૩.
મો. ૯૮૨૧૧૪૬૦૩૪ – અશોક શાહનો સંપર્ક કરી મેળવી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -