(અમારા પ્રતિનિધિ તરપથી)
અમદાવાદ: ગુજરાતનું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં નાણાપ્રધાને મહેસૂલ વિભાગ માટે કુલ રૂ. ૫,૧૪૦ કરોડની જોગવાઇ કરી છે.
રાજ્યમાં જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોત્તર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘરેબેઠા સેવાઓ આપવા અને પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે.
હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી રહે તેવી પદ્ધતિ સરકારે અમલમાં મૂકેલ છે.
મહેસૂલી દસ્તાવેજોની નોંધણી માટે નાગરિકો પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરીને ઇન્ડેક્ષ-૨ની સર્ટીફાઇડ નકલો પણ ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી
કર્યું છે.
પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે રૂ. ૪૬ કરોડની જોગવાઇ, છ સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ, નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે રૂ. સાત કરોડની જોગવાઇ. મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે રૂ. પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉ