સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)
विद्या ददाति विनयं,
विनयात् याति पात्रताम् ॥
पात्रत्वात् धनमाप्नोति,
धनात् धर्मं ततः सुखम् ॥ 15 ॥
– સુભાષિત સંગ્રહ
ભાવાર્થ :-
વિદ્યા પ્રાપ્ત કરવાથી માણસના જીવનમાં વિનય આવે છે. વિનય આવવાથી માણસમાં યોગ્યતા આવે છે, યોગ્યતા આવવાથી માણસ ધન મેળવે છે, ધનથી તે ધર્મ કાર્યો કરે છે, અને ધર્મ કાર્યો કરવાથી તે પરમ સુખને પ્રાપ્ત કરે છે. આનાથી એમ કહી શકાય કે દરેક વસ્તુનું મૂળ વિદ્યા છે. અસ્તુ.