એલોન મસ્કની સ્પેસ એક્સ્પ્લોરેશન કંપની સ્પેસએક્સે ગુરુવારે તેના સ્ટારશિપ રોકેટનું પ્રથમ પરીક્ષણ લોન્ચ કર્યું હતું. જો કે તે આ ટેસ્ટમાં નાપાસ થયું હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ થયાની મિનિટોમાં જ તેમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે દરેકના ચહેરા પર નિરાશા દેખાતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ રોકેટમાં કોઈ સેટેલાઇટ અને અવકાશયાત્રી ન હોવાથી તેને કોઈ મોટું નુકસાન થયું નથી. આ નિષ્ફળતા બાદ ઈલોન મસ્કની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
સ્પેસએક્સ કંપનીનું આ રોકેટ વિશ્વનું સૌથી શક્તિશાળી અને સૌથી મોટું રોકેટ હતું. સ્ટારશિપ રોકેટને મેક્સિકન બોર્ડર પાસે ટેક્સાસના દક્ષિણ છેડેથી લગભગ 120 મીટર દૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસક્રાફ્ટ લિફ્ટઓફની માત્ર 4 મિનિટ પછી પેસિફિક મહાસાગરમાં ક્રેશ થયું હતું.આ સમયે એલોન મસ્ક તેમની ટીમ સાથે લોન્ચ સેન્ટર પર બેઠા હતા. જ્યારે તેમણે જાણ્યું કે સ્ટારશિપ રોકેટનું પ્રથમ પરીક્ષણ નિષ્ફળ ગયું છે, ત્યારે તેમના ચહેરા પર કોઈ ઉદાસી ન હતી.
જ્યારે વૈજ્ઞાનિકોએ થોડા સમય પછી જાહેરાત કરી કે રોકેટ નિષ્ફળ ગયું છે, તે સમયે પણ તેમના ચહેરા પર એક સરળ અભિવ્યક્તિ જોવા મળી હતી. તેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
સ્ટારશિપ રોકેટ શું છે?:-
આ સ્પેસએક્સ કંપનીનું રોકેટ છે. સ્ટારશિપ અવકાશયાન અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે સ્ટારશિપ નામ આપવામાં આવ્યું છે. સ્ટારશિપ પુનઃઉપયોગ કરી શકાય તેવું અવકાશયાન છે. તે ક્રૂ અને કાર્ગો બંનેને પૃથ્વીની ભ્રમણકક્ષા, ચંદ્ર, મંગળ અને તેનાથી આગળ લઈ જવા માટે રચાયેલ છે.