Homeતરો તાજાઆધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે સરલ અને શક્તિશાળી સાધના એટલે ભાવના વિજ્ઞાન

આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે સરલ અને શક્તિશાળી સાધના એટલે ભાવના વિજ્ઞાન

ભાવના એ જ સાધના-૧

આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે સરલ અને શક્તિશાળી સાધના એટલે ભાવના વિજ્ઞાન

ફિટ સોલ

ફિલસૂફી કોઈ સાધારણ વિષય નથી, જે ઘડપણમાં શોખ પૂરતીની પ્રવૃત્તિ બની જાય. તે માન્યતા અને પરંપરાએ અનુસરવાનો પણ વિષય નથી, જે બુદ્ધદીન ક્રિયા બની જાય. ફિલસૂફી તો સાધનાનો વિષય છે, જીવ અંતકરણનો ગુણ – શક્તિઓને ઉજાગર કરવાનો વિજ્ઞાન છે. જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તક્રાંતિ માટે તે અનિવાર્ય છે. ફિલસૂફીના ગર્ભમાં આધ્યાત્મિક વિજ્ઞાન બિરાજમાન છે. જે ઈન્દ્રિયો, મન, ચિત્ત, અહંકાર, બુદ્ધિ વિ. અંતકરણો પર પ્રકાશ પાડે છે. આ ગહન વિષયનું વર્ણન અને એની ઉપયોગીતા ભારતના અનેક શાસ્ત્રોમાં વિસ્તારી ઉલ્લેખ છે. આધ્યાત્મિકતાને પામવું એટલે સાગરમાંથી મોતીને વિણવા જેવી વાત છે. એ પુરુષાર્થને સાચી દિશા આપવા અને પરિણામલક્ષી બનાવવા માટે ‘ભાવના વિજ્ઞાન’ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સરળ ઉપયોગને જાણવા પહેલા એની પૂર્વભૂમિકાપર ધ્યાન આપીએ.
ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના વિધાનોને સમજવું એ સહેલું નથી. એમાં વર્ણીત સિદ્ધાંતોમાં અનેકાંતવાદ અને શબ્દોમાં અનેકાંતઅર્થ હોય છે. એ વિજ્ઞાનની સાચી સમય અને એનો શુદ્ધ ઉપયોગ દ્વારા જ પરિણામ પામી શકાય છે! આપણા અસ્તિત્ત્વનું પૃથ્થકરણ કરીએ, ત્યારે શરીર, મન, ચિત્ત, આત્માના દિવ્ય સંગમવાળો સ્વરૂપ ભાસે છે. આ સ્વરૂપની સૂક્ષ્મતા અને પ્રત્યેક પાસાની કાર્યક્ષમતા ઉલ્લેખનીય છે. શરીર એટલે માત્ર ભૌતિક શરીર નથી. એની સાથે અનેક ઉર્જા શરીર અને પ્રાણ વાહીનીઓ જોડાયેલી છે. દેહ ધ્યાનથી એના પરિચય થાય છે. મન-ચિત્ત પણ અનેરો સ્વરૂપ ધરાવે છે. ને વિચાર અને ઉભવને આકાર આપે છે. મન-ચિત્ત શક્તિજીવની અભિવ્યક્તિનો કારક છે અને વિશેષ સર્જન દ્વારા તે સમગ્ર સૃષ્ટિ સાધનને પણ આકાર આપે છે. મનની મહત્તતા દર્શાવતો એક સૂત્ર સમજાવે છે – ‘આ જીવલોકમાં લાખો યોની છે, પણ એ સર્વેમાં ફકત મન ધારી મનુષ્ય જ કૈવલ્ય પદ પામી શકે છે અને છેલ્લે, જીવ – આત્માનો મૂળભૂત અને શાસ્વત ઘટક એટલે ‘આત્મા’ તત્ત્વ ‘જોવું અને જાણવું’ના પ્રધાન ગુણધારો આત્માને સમજાવા આપણી પ્રબુદ્ધ અને પ્રજાગ દશાને જગાડવી પડશે.
આપણા સમગ્ર અસ્તિત્ત્વને ‘ફીટ’ રાખવા માટે ‘મન-ચિત્ત’નો વિકાસ કરવા પ્રયત્નશીલ રહેવું પડશે. મને અંકુશ હેઠળના હોય તો એ સતત વિચાર કરે છે, ઈચ્છાઓ કરે છે, અસ્થિર હોય છે. એની શક્તિઓ વેડફાઈ જતી હોય છે. મનને એકાગ્ર કરી એની શક્તિઓનો યોગ્ય ઉપયોગ થાય તો એ સાધના શુભ પરિણામ આપે છે. એ ઉત્તમ સાધના એટલે ‘ભાવના વિજ્ઞાન’.
આધ્યાત્મિક ભાવના વિજ્ઞાન શું છે?
ભાવનાને શબ્દાર્થ આપણા ગતાનુગતીક જીવનમાં ક્યાંક ખોવાઈ ગયો છે. તે લાગણી અથવા મનોભાવ નહીં પણ જીવાત્માના દર્શન અને જ્ઞાન શક્તિના ઉપયોગથી સંભવે છે. મનન, ચિંતન અને ધ્યાન દ્વારા ભાવનાઓ આકાર પામે છે. ભાવનાઓ જ્ઞાન પ્રત્યે શ્રદ્ધાને દૃઢ બનાવે છે, જે આપણી આસ્તિકતા અને જીવન જીવવાના નિયમોને ઘડે છે. જેવી આપણી ભાવનાઓ એવું આપણું જીવન. જાણતા – અજાણતા મન સતત ભાવનાઓ નિર્માણ કરતું હોય છે અને એટલા માટે જ કહ્યું છે ‘સુખ અને દુ:ખ બંનેનો કારણ મન છે. ભાવનાઓ મનની સર્જન શક્તિને ઉત્તેજિત કરે છે અને આપણા જીવનને ગુણવત્તાને આકાર આપે છે.
પ્રાચીન કાળમાં આધ્યાત્મિકતા એટલે ભાવનાઓની સાધનાનો વિષય હતો. આપણા રોજિંદા જીવનમાં જયારે આધ્યાત્મિકતાથી વંચિત થઈ જઈએ છીએ, ત્યારે અશુદ્ધ માન્યતાઓ, અભિપ્રાયઓ, ઈચ્છાઓ અને અપેક્ષાથી આપણે ઘેરાઈ જઈએ છીએ. આધ્યાત્મિક ભાવનાઓ દ્વારા મન-ચિંત્તન, ઉર્ધ્વકરણ થાય છે અને જીવાત્મા પ્રબુદ્ધતા અને પ્રજાગતાને પામે છે.
ભાવના સિદ્ધિ: આધ્યાત્મિક ભાવનાનો પરમ ધ્યેય અશુદ્ધ વૃત્તિઓનો નિગ્રહ છે. સરલ ભાષામાં, ભાવના દ્વારા દુ:ખ વૃત્તિનો નાશ થાય છે અને સુખવૃત્તિનો જન્મ થાય છે. આધ્યાત્મિક ભાવનાઓને સિદ્ધ કરવા ઈચ્છતા સાધકોને સૌપ્રથમ શાંત બેસીને આત્મ નિરિક્ષણ દ્વારા રોજિંદા થતી (ભૌતિક) ભાવનાઓથી સાવધાની કેળવવાની છે. ત્યારબાદ કોઈપણ આધ્યાત્મિક ભાવનાને સિદ્ધ કરવાનો સંકલ્પ લઈને, એ ‘પ’ પગથીયાનો સાધનાક્રમ દ્વારા પુરુષાર્થ કરવું.
(૧) પૂર્વ ભૂમિકા: અસ્થિર મનને શ્ર્વાસોશ્ર્વાસથી સ્થિર કરવું.
(૨) જાગૃત્તિ: દેહિક જાગૃત્તિને શાંત કરી, વિદેહીક જાગૃત્તિને ઉત્તેજન કરવું.
(૩) ચિંતન: ભાવનાથી આત્મ મંથન કરવું.
(૪) આંતરદૃષ્ટિ: વિશેષ સમજણ દ્વારા અર્થઘટન કરવું.
(૫) અભિવ્યક્તિ: ભાવનાનું અનુસરણ દ્વારા આત્મ પરિવર્તન સાધવું.
એમ કહેવાય છે કે સ્થિર મન અને નિર્મલ ચિત્ત દ્વારા કરાયેલી ભાવનાનું પરિણામ ત્વરિત મળે છે. ભાવનાઓમાં રોગ નિવારણની ક્ષમતા સાથે જીવનના અનેક ઉપસર્ગોથી મુક્તિ મેળવી શકાય છે. આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણી વ્રત પરંપરાનો મહિમા સમજી શકાય છે અને શક્તિશાળી ભાવનાઓને આત્મસાત કરીને જીવનને ઉન્મત બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -