જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરીને અલગ અલગ પ્રકારના શુભ અને અશુભ યોગ બનાવે છે. આ યોગની અસર દરેક રાશિના જાતકો પર જૂદી જૂદી જોવા મળે છે અને આજે આપણે અહીં આવા જ એક અતિ દુર્લભ યોગ વિશે વાત કરવાના છીએ. આ યોગ 10-20 નહીં પૂરા 500 વર્ષ બાદ બની રહ્યો છે અને આ યોગ 23 એપ્રિલથી બનશે. આ યોગ ત્યારે બને છે જ્યારે કુંડળીના 4 ભાવોમાં 7 ગ્રહો સ્થિત હોય છે અને તેથી જ આ યોગને કેદાર યોગના નામે ઓળખવામાં આવે છે. આ યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પરંતુ એવી ત્રણ રાશિઓ છે કે જેમના માટે આ સમયગાળો સુખદ રહેશે, એટલું જ નહીં પણ આ સમયગાળા દરમિયાન અચાનક જ ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યાં છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મિથુન
મિથુન રાશિના જાતકો માટે કેદાર રાજ યોગ શુભ સાબિત થઈ શકે છે, એવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના લગ્ન, બારમા, નવમા અને અગિયારમા ભાવમાં બનશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને આ સમયે ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે. તે જ સમયે, તમે કામ અને વ્યવસાય માટે યાત્રા કરી શકો છો. તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. એટલે કે તે કોઈપણ પરીક્ષામાં પાસ થઈ શકે છે. પરંતુ આ સમયે તમારા કેટલાક નકામા ખર્ચ વધી શકે છે.
ધનુ
ધન રાશિના લોકો માટે કેદાર રાજયોગ લાભકારક સાબિત થશે. આ સમયે તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે જે લોકો રાજનીતિ સાથે સંકળાયેલા છે તેમને કોઈ મહત્ત્વનું પદ મળે એવા યોગ સર્જાઈ રહ્યા છે. આ સિવાય જો તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો તો એની સાથે સાથે તમને માતાનું સુખ પણ પ્રાપ્ત થશે. અચાનક કયાંકથી ધનલાભ થઈ શકે છે. આ સમય શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માટેનો યોગ્ય સમય છે.
મકર
કેદાર રાજ યોગ તમારા માટે અનુકૂળ સાબિત થશે, કારણ કે આ યોગ તમારા ધન, સુખ, અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ભાવમાં બનશે. આને કારણે આ સમયે તમને અચાનક ધન લાભ થશે. આ ઉપરાંત આ સમયે તમે વાહનો અને મિલકતની ખરીદી અને વેચાણ કરી શકો છો. તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનની પ્રગતિ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો એમા જીત મળી શકે છે. અવિવાહિત લોકોની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તેમના માટે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે.