સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
સ્થાપત્ય એક જટીલ કાર્યક્ષેત્ર છે તેમાં ઘણાં ફેરફાર થતાં જ રહે તે સ્વાભાવિક છે. આ બધાં ફેરફારો પાછળ કોઇ ને કોઇ બાબત કારણ સ્વરૂપ હોય છે. સ્થાપત્યને લગતી બધી જ બાબતોમાં તેના દેખાવમાં જે નાટકિય ફેરફારો કાળેક્રમે આવતાં રહ્યાં છે તે ક્યાંક આશ્ચર્ય પણ સર્જે છે અને ક્યાંક પ્રશ્નો પણ ઊભા કરે છે. સ્થાત્યના દેખાવમાં ક્યાંક-ક્યારેક કાચું તો નથી કપાતું ને!
પરંપરા પ્રમાણે -સ્થાપત્યના શાસ્ત્રીય નિયમોનુસાર મકાનનો દેખાવ તેની બાંધકામની સામગ્રી તથા તેની ગોઠવણને આધારિત રહે છે. આ પ્રકારની ગોઠવણને વિગતીકરણથી અને રંગરોગાનથી સુંદર બનાવવાના પ્રયત્નો કરાય છે. આ સ્થાપત્યનો શરૂઆતના વિકાસનો તબક્કો હતો જેમાં દેખાવ માટે “વધારાનું આવરણ ન હતું ચઢાવાયું સમય જતાં સ્થાપત્યની મૂળ માળખાગત રચનાના દેખાવમાં મર્યાદા જણાતાં સ્થપતિઓએ એક મુખોટાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આ મુખોટાનું પોતાનું સૌંદર્ય-પોતના પ્રમાણ માપ પોતાની સામગ્રી પોતાની ગોઠવણ હતી. જે કંઇક અંશે પાછળ ઢંકાયેલા માળખાની સુસંગત રહેતી. પણ આ મકાનનો અને તેના દેખાવ માટેની રચનાને અલગ પાડવાની શરૂઆત હતી જે સાંપ્રત સમયે પણ તેટલી જ અને કદાચ વધુ દઢતાથી-પ્રચલિત છે.
ચીન-જાપાન-ભારતના લાકડાના સ્થાપત્યની એક મૂળભૂત સુંદરતા હતી, અને તેવું જ પથ્થર તથા માટીના મકાનો માટે પણ કહી શકાય. આ પ્રકારનું સ્થાપત્યનું સૌંદર્ય તો બધાં એ સમજેલું, માણેલું, સ્વીકારેલું છે.
ઔદ્યોગિક ક્રાંતિ પછી સ્થાપત્યની બાંધકામની સામગ્રીમાં મૂળભૂત કે બદલાવ આવતા ગયાં હવે મકાન જુદી રીતે જ દેખાવા માંડ્યું અને તેના દેખાવ માટે સભાનતા લાવવી જરૂરી બની. હવે નવી સામગ્રીથી નવી જ પરિભાષા વિકસી અને માળખાગત રચનામાં પાતળાપણું આવવાથી દેખાવમાં તેમાં આકર્ષણ વણવાનો પ્રયત્નો થયો. આ માટે બાર્મિલોનામાં બનાવાયેલ બાર્મિલોના પેરેલિયન સારું દષ્ટાંત પૂરું પાડે છે. લોખંડની નાની માળખાકિય રચના સાથે તે જ લોખંડથી બહુમાળી મકાનો પણ બનાવાતા થયાં. એ સ્વાભાવિક છે કે નાના મકાનનાં પ્રયોજાતી શૈલી મોટા બહુમાળીમાં ન જ ચાલે. આવા સંજોગોમાં પુનરાવર્તિત થતી ઘટનાઓમાંથી જ સુંદરતાં ગોતવાના પ્રયત્ના થયા. આને પરિણામે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેવી રચનાઓ અસ્તિત્વમાં આવી. દેખાવના ભાગરૂપે જ આવા મકાનની આકાશ-રેખા ખાસ આકારોથી મંડારાતી થઇ. લોખંડ જેવી સામગ્રીથી જ્યાં રાજકીય પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન થયો ત્યાં એફિલ ટાવર જેવી રચના પણ થઇ. અહીં લોખંડની રચનાને પરંપરાગત શૈલીમાં જ સુંદર દેખાડવાના સફળ પ્રયત્ન થયા જોકે તેમાં જે અપ્રમાણસરની સામગ્રી વપરાઇ તેણે અન્ય પ્રકારના પણ પ્રશ્નો પણ ઊભા કર્યા.
લોખંડની જ વાત ચાલુ રાખીએ તો ક્યાંક લોખંડના ઉપયોગની ડીટેઇલિંથી પણ દશ્ય-અનુભૂતિ નીખારવા પ્રયત્ન થયો અને આ પ્રકારમાં સ્વિત્ઝરલેન્ડના ઝુરીશનું રેલવે સ્ટેશન નોંધપાત્ર નમૂનો છે. જેમ લોખંડે સ્થાપત્યમાં સૌંદર્યની પરિભાષામાં મૂળભૂત ફેરફાર આણ્યાં તેમ કોંક્રિટ થકી પણ સ્થાપત્યના દેખાવની નવી શૈલી વિક્રમી. આ શૈલી મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પ્રથમ તો માળખાગત સ્તંભ-મોભ અર્થાત કોલમ-બીમની રચનાથી નિર્ધારિત થતી એકધારી શૈલી અને બીજી, કોંક્રિટ ઢાળી શકાય તેવી સામગ્રી હોવાથી તેમાં પ્રયોજાતાં મુક્ત આકાશે અહીં નોંધવા જેવી બાબત એ છે કે એક જ સામગ્રીમાંથી જે બે પ્રકારની દેખાવ-શૈલી ઉદ્ભવી છે તે પરસ્પરથી સાવ જ ભિન્ન તથા અલગ જ પ્રકારની અનુભૂતિ કરાવનાર છે. માળખાગત રચનામાંથી રચાતા દેખાવને સુંદર બનાવવાનો સુંદર પ્રયત્ન માર્શિલેના યુનાઇટેડ હેબિટાટમાં તથા કોંક્રિટની મૂર્તિમંત રચનામકાન રોંચેપના ચર્ચનો ઉલ્લેખ થવો જ જોઇએ.
હાલના સ્થાપત્યમાં દષ્ટ અનુભૂમિ માટે પ્રતીકાત્મક રજૂઆત પણ અસરકારક રીતે પ્રયોજાય છે. આ માટેના ઉદાહરણ માટે જાપાનના ખાસ લગ્ન માટે જ બનાવાયેલ રીબન ચેપલ તથા ભારતના બહઇ સંપ્રદાયના કમળ મંદિરનો સમાવેશ કરવો રહ્યો. રીબન રોયલમાં જે બે સીડીને ને પરસ્પર ગૂંથણીમાં પતિ-પત્ની સમાન લાગે તેમ પરોવાઇ છે. તો કમળ મંદિરને સંપ્રદાયની વિચારધારા પ્રસ્તુત કરે છે વળી એક જ વિચારને આગળ લઇ જવાની વાત થાય તો ૧૦૦૦ દીવાલોનું ચર્ચ ઉલ્લેખનીય બની રહી. જેમાં સ્યપતિએ માત્ર દીવાલોને જ ધ્યાનમાં રાખીને તેવી ગોઠવણ થકી જ ચર્ચની રચના કરી છે.
ગગનચુંબી ઇમારતમાં બાહ્ય પરિસ્થિતિમાં સાથેનો દશ્ય સંપર્ક ઇચ્છનિય જણાય. તેથી આવાં મકાનોમાં બહારની દીવાલ પર કાચ જ જડાય અને આ કાચની માળખાકીય ગોઠવણ જ મકાનના દેખાવ નક્કી કરે જે ક્યાંક બીબાઢાળ તથા કઠોર બની રહે આવા સંજોગોમાં મકાનના બાહ્યભાગોની ગોઠવણ મહત્ત્વનું બની રહે.
બધી જ બાબતો જાણે વ્યર્થ છે અને મને ગમે -હું કરું તે જ જોવા યોગ્ય: આમ માનનારા સ્થપતિઓનો પણ એક વર્ગ છે, ઇતિહાસમાં પ્રચલિત-શાસ્ત્રીય રીતે સ્થાપિત-સમાજથી સ્વીકૃતિ બધાં જ ધારા ધોરણને વ્યર્થ સાબિત કરતાં હોય તેવી તેમની રચનાથી પણ એક ફાલતું દેખાવ-શૈલી સ્થપાય છે. પનામામાં ઘેરી દ્વારા બનાવાયેલ બાયો મ્યુઝિયમ આવી વ્યર્થ દેખાવ શૈલીનું સચોટ ઉદાહરણ છે. આવી રચના ક્યાં કારણોથી માન્ય રાખી શકાય તે પણ એક પ્રશ્ન છે. આ ઉપરાંત બર્લિનના જયુ મ્યુઝિયમ એક વિરોધી દેખાવ શૈલીનું ઉદાહરણ બને રહે છે.
નવાં પ્રયત્નો ઘણાં થયાં છે અને ક્યાંક સૌંદર્ય પકડાયું પણ છે, ક્યાંક સામગ્રી તો ક્યાંક બાંધણી અગત્યનો ભાગ ભજવી ગઇ છે. ક્યાંક વિદ્રોહ તો ક્યાંક સમજ કારણભૂત રહી છે. ક્યાંક જરૂરિયાત છે. તો ક્યાંક સર્જનાત્મકતા આ બધા વચ્ચે અબોહવાના રામમંદિરમાં શાસ્ત્રીય દેખાવ જળવાઇ છે તો ક્યાંક અમદાવાદના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં પરંપરાગત બાબતો સાચવી રખાય છે.