માત્ર એક બ્રેકફાસ્ટ મીટિંગમાં પરિણીતીનો રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવાનો નિર્ણય
પરિણીતીએ તેની સગાઈની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. સાથે એણે એક સુંદર નોંધ પણ લખી છે. આમાં ચોપરા ચઢ્ઢા પરિવાર ખુશીની પળો માણતો જોવા મળે છે. એવી કેટલીક તસવીરો પણ છે જે કપલના સારા બોન્ડિંગ તરફ ઈશારો કરે છે.
પરિણીતીએ તેની સગાઈની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેની બહેન પ્રિયંકા ચોપરા જોનાસ અને પરિવારના અન્ય સભ્યો પણ હતા.
પરીએ સગાઈની કેટલીક તસવીરોનો સેટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાંથી 6માં સાંસદ રાઘવ ચઢ્ઢા નજરે પડે છે. એ ઉપરાંત પરીની બહેન તેની બહેન પ્રિયંકા ચોપરા જોનાસ અને પરિવારના અન્ય સભ્યો પણ નજરે પડે છે. કપલ એકબીજા સાથે ખૂબ જ આરામદાયક લાગે છે. એમાં બે ક્લિક્સ પણ છે જેમાં રાઘવ તેની લાગણીશીલ બની ગયેલી પરીને સંભાળતો જોવા મળે છે. તે તેના આંસુ લૂછતો જોવા મળે છે.
પરીએ સાથે લાંબી નોંધ પણ લખી છે, જેમાં તેણે રાઘવની પ્રશંસાના પૂલ બાંધ્યા છે. તેણે લખ્યું છે કે, સાથે નાસ્તો કર્યો અને મને ખબર પડી ગઇ- હવે મને તે વ્યક્તિ મળી ગઈ છે. અદ્ભુત માણસ જે નમ્ર, શાંત અને પ્રેરણાદાયક છે. તેની મિત્રતા, રમૂજ, સમજશક્તિ મારા માટે શુદ્ધ આનંદ છે. એ મારું ઘર છે. અમારી સગાઈની પાર્ટી એક સપનું સાકાર થયું – એક સ્વપ્ન જે પ્રેમ, હાસ્ય, ટુચકાઓ, લાગણીઓ અને ઘણાં બધાં નૃત્ય સાથે પ્રગટ થયું. જ્યારે અમે અમારા પ્રિયજનોને ગળે વળગ્યા અને તેમની સાથે ઉજવણી કરી ત્યારે લાગણીઓ ખૂબ વધી ગઈ. જ્યારે હું નાની બાળકી હતો, ત્યારે હું મારી જાતને પરીકથાઓમાં ડૂબેલી જોતી હતી, હું હંમેશા વિચારતી હતી કે મારી પરીકથા કેવી હશે. હવે મારી પરીકથા સંપૂર્ણ છે, ચોક્કસપણે મેં વિચાર્યું તેના કરતાં વધુ સુંદર!
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 13મી મેના રોજ એકબીજાને વીંટી પહેરાવીને સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સેરેમનીની ઘણી ક્લિપ્સ સામે આવી છે જેમાં કપલ પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. આ ઘટનાના સાક્ષી બનેલા ઘણા લોકોએ એમ પણ કહ્યું કે બંને એકબીજા પરથી નજર હટાવી શકતા ન હતા અને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. આ પાવર કપલના બિગ ડેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતા. ગ્લોબલ સ્ટાર અને પરીની મિમી દીદી પ્રિયંકા ચોપરાએ પણ સગાઇ સેરેમનીમાં હાજરી આપી હતી.
અભિનયના મોરચે, પરિણીતી ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ‘ચમકિલા’માં દિલજીત દોસાંજ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાથી પ્રેરિત છે.