Homeદેશ વિદેશનવા ઈતિહાસનું નિર્માણઃ આ રાજ્યમાં દોડાવાઈ નદીની નીચે મેટ્રો ટ્રેન

નવા ઈતિહાસનું નિર્માણઃ આ રાજ્યમાં દોડાવાઈ નદીની નીચે મેટ્રો ટ્રેન

કોલકાતાઃ કોલકાતા મેટ્રોએ બુધવારે નવા ઈતિહાસનું નિર્માણ કર્યું છે, જેમાં દેશમાં પહેલી વખત એક નદી નીચેની ટનલમાં ટ્રેન દોડાવવામાં આવી હતી. દેશની સૌથી જૂની મેટ્રો કોલકાતા મેટ્રોએ પહેલી વખત નદીની નીચે મેટ્રો ટ્રેન ચલાવવામાં સફળ રહ્યા હતા.

બુધવારે કરવામાં આવેલા ટ્રાયલ રન કરવામાં આવી હતી. ટ્રાયલ રનમાં મેટ્રો ટ્રેનમાં અધિકારીઓ અને એન્જિનિયર હતા. હુગલી નદીની નીચેથી આ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. કોલકાતાથી હાવડા સુધી આ મેટ્રો ટ્રેન જશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોલકાતા અને તેની આસપાસના પરાના વિસ્તારના રહેવાસીઓને આધુનિક પરિવહનની સુવિધા પૂરી પાડવાની દિશામાં આ ક્રાંતિકારી પગલું છે. આ ઐતિહાસિક ક્ષણ છે. આગામી સાત મહિનામાં હાવડા મેદાન અને એસ્પ્લેનેડ સ્ટેશનની વચ્ચે ટેસ્ટિંગ કરવામાં આવશે, ત્યાર બાદ આ સેક્શનમાં મેટ્રો ટ્રેન ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. બુધવારે અંડરગ્રાઉન્ડ સેક્શનના 4.8 કિલોમીટરના હિસ્સાનું પરીક્ષણ પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.

 

આ મેટ્રો ટ્રેન મારફત હુગલી નદીનો 520 મીટરનો હિસ્સો 45 સેકન્ડમાં પાર કરી શકાશે. 16 કિલોમીટર લાંબા રેલ માર્ગનો કુલ 10.8 કિમી ભૂગર્ભ છે. બીજી તરફ મેટ્રોના હાવડા સ્ટેશનની ઊંડાઈ 33 મીટર સુધી હશે.

આ સેક્શન ચાલુ કરવામાં આવ્યા પછી હાવડા દેશની સૌથી લાંબી મેટ્રો સ્ટેશન હોવાનું બનશે તથા તેની ઊંડાઈ સપાટીથી 33 મીટર નીચે હશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -