ડમ્પિંગ ગ્રાઉન્ડમાં દર થોડા થોડા સમયે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. હવે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં તુર્ભે ખાતે શુક્રવારે સાંજે એક ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, તેવા અહેવાલ છે. જોકે, આગને કારણેકોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આગ શુક્રવારે સાંજે 7.30 વાગ્યે લાગી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે આગ હવે કાબૂમાં છે. આગ બુઝાવવા માટે 7 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે,” એમ તુર્ભે પીએસના પોલીસ અધિકારી અનિલ ચવ્હાણે જણાવ્યું હતું.