કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા
શહેરોની પ્રગતિમાં પર્યાવરણનો સૌથી વધુ ભોગ લેવાય છે તેવી હંમેશા ફરિયાદ થતી હોય છે. પણ વધતી માનવવસ્તીને બહેતર સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ અનિવાર્ય હોય છે, પરંતુ તેના વિકલ્પરૂપે શહેરની વચ્ચે એવી હરિયાળી અવશ્ય ઊભી થઇ શકે જે સુંદરતાની સાથે પર્યાવરણને પણ ફાયદાકારક બને.
હરિયાળી કોને પસંદ નથી હોતી? આપણે ગાર્ડનિંગનો શોખ ધરાવતા હોઈએ કે નહીં, પણ હરિયાળી જોવી સહુને ગમતી જરૂર હોય છે. એટલે જ તો શહેરના કોન્ક્રીટના જંગલોથી દૂર જ્યાં હરિયાળી અને શાંતિ હોય ત્યાં વેકેશન માણવા ઉપડી જઈએ છીએ.
કોઈ જંગલની વચ્ચે રિસોર્ટમાં છુટ્ટીઓ વિતાવે છે,
જેથી તાજી હવા અને શાંતિ મળે. પણ નોએડાના ભરચક વિસ્તારમાં રહેતા અક્ષય ભટનાગરના ઘરમાં એટલી હરિયાળી છે કે શહેરની વચ્ચે જ આપણને મિનિ જંગલ હોવાનો
અહેસાસ થાય. અક્ષય વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે, પણ ગાર્ડનિંગનો શોખ એટલો છે કે ઘરમાં સેંકડો છોડ ઉગાડ્યા છે.
૩૪ વર્ષીય અક્ષય અને તેની પત્ની આ ઘરમાં પાંચ વર્ષથી રહે છે. પોતાના ગાર્ડનિંગને કારણે અક્ષય ખૂબ મશહુર પણ થયો છે. તે કહે છે, “મારું ગાર્ડનિંગ જોઈને પરિવાર અને મિત્રો તો ખુશ થાય જ છે, પણ અજાણ્યા લોકો પણ માત્ર ગાર્ડન જોવા મારા ઘરે આવે છે.
મૂળ બરેલીના અક્ષય જણાવે છે કે તેણે બાળપણમાં પોતાના દાદાને ઘરમાં છોડ ઉગાડતા જોયા હતા. તેમને જોઈને અક્ષયને પણ ફૂલ-ઝાડ સાથે નાતો બંધાયો. પણ પહેલા શિક્ષણ અને પછી નોકરી માટે ઘરથી દૂર જવાથી ક્યારેય પોતાનો શોખ પોષી ન શક્યો. લગ્ન પછી જયારે પત્ની સાથે ઈન્દિરાપુરમમાં શિફ્ટ થયા ત્યારે પહેલીવાર ઘરને છોડવાઓથી સજાવવાનો વિચાર કર્યો.
અક્ષય કહે છે, “મેં એ ઘરમાં થોડા સરળ છોડવા લગાવવાથી શરૂઆત કરી હતી. મેં એલોવેરા, મનીપ્લાન્ટ અને ગુલાબ જેવા છોડ લગાવ્યા હતા. કેટલાક આરામથી ઊગી નીકળતા અને કેટલાક મરી પણ જતા હતા. પણ પછી મેં છોડ વિશે વધારે વાંચવાનું અને જાણકારી મેળવવાનું શરૂ કર્યું. પોતાના ઘરની નાનકડી બાલ્કનીમાં તેમણે પાંત્રીસ – ચાલીસ છોડ લગાવ્યા હતા. ગાર્ડનિંગ એક નશો છે, જે એક વાર લાગી જાય પછી આસાનીથી જતો નથી અને આ વાત કોઈ ગાર્ડનર સમજી શકે છે. અક્ષય સાથે પણ એવું જ થયું હતું. ૨૦૧૭માં પોતાનું ઘર ખરીદ્યા બાદ ગાર્ડન બનાવવાનું શરૂ કર્યું.
તેમનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને તેમની પાસે ૫૦૦ સ્કવેર ફૂટ જેટલી ખાલી જગ્યા પણ છે. તેનો ઉપયોગ તેણે પોતાનો શોખ પૂરો કરવા કર્યો.
અક્ષયના કહેવા મુજબ “આ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ છે અને અમે જયારે રહેવા આવ્યા ત્યારે આ કોઈ કોન્ક્રીટના જંગલ જેવું લાગતું હતું. પણ આજે અહીં ઘણા
લોકોએ નીચેના એરિયામાં ગાર્ડન બનાવી લીધા છે. અમે બધા એક ગાર્ડનિંગ ગ્રૂપ બનાવીને જાણકારીઓ આપ-લે કરીએ છીએ.
પોતાના જુના ઘરેથી તે ૩૦ કુંડા લઇ આવ્યો હતો. પછી અહીં ફળ, શાક અને ફૂલોના છોડ વાવવા શરૂ કર્યા. મોસમ અનુસાર શાક તો ઉગાડે છે, સાથે મોટા ફળ અને ફૂલના વૃક્ષ પણ વાવ્યા છે.
અક્ષય કહે છે, “મારા ગાર્ડનમાં ગાજર, ચેરી, ટામેટા, દૂધી, બ્રોકલી, કારેલા અને ભીંડા જેવા શાક સાથે કલિંગર, ચેરી, લીંબુ, દ્રાક્ષ અને સંતરા પણ લાગેલા છે. ઉપરાંત નિયમિતરૂપે માઈક્રો ગ્રીન્સ પણ ઉગાડું છું.
આજકાલ તે અલગઅલગ જાતના દુર્લભ છોડ ભેગા
કરી રહ્યો છે. તેની પાસે કેટલાક મોંઘા વિદેશી છોડ
પણ છે, જેમાં મોન્સ્ટેરા, અને સ્નેક પ્લાન્ટની ઘણી જાતો સામેલ છે.
તેણે જણાવ્યું કે તેની પાસે સ્નેક પ્લાન્ટની ૧૫ જાતના ૩૦ થી વધુ છોડ છે. તે ઉપરાંત ઘણું દુર્લભ મોન્સ્ટેરા પેરુ પણ તેને ત્યાં લાગેલું છે. ઇન્ડોર પ્લાન્ટમાં બહેતરીન ગણાતા સીંગોનિયમની ૧૩ જાત લગાવેલી છે.
તેણે કેટલાક ફળોના વેલા ઘરની બહાર લગાવેલા છે, જેનાથી સુંદર હરિયાળીની સાથે ઘરમાં ઠંડક પણ રહે છે. ગાર્ડનિંગ કરવું ઘણાને મુશ્કેલ લાગે છે કારણ કે લોકોને લાગે છે કે તેમાં ઘણો સમય આપવો પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ તો ગૃહિણીઓ અને રિટાયર્ડ લોકોનો શોખ છે. પણ અક્ષયનું માનવું છે કે જો તમને છોડવાઓથી પ્રેમ થઇ ગયો તો તમે ગમે તે રીતે સમય કાઢી લેશો, જેવું એ પોતે કરે છે.
લૉકડાઉન વખતે તો તેને ઘણો સમય મળી રહ્યો હતો, પણ હવે ઓફિસ ચાલુ થઇ ગઈ હોવાથી તેને થોડી મુશ્કેલી પડે છે.
તે ઓફિસે જવા સવારે સાડા છ વાગે નીકળે છે પણ તેની પહેલા ગાર્ડનમાં પાણી આપવા અને દેખરેખ માટે વહેલો ઊઠે છે. સાંજે સાડા પાંચે પાછા આવ્યા બાદ પોતાના ડોગને ફરવા લઇ જાય છે અને પછી થોડો સમય ગાર્ડનિંગને
આપે છે.
તે ઉપરાંત પોતાના ઘરના ભીના કચરામાંથી કમ્પોસ્ટ ઘરમાં જ તૈયાર કરે છે. તે જણાવે છે કે, “હવે મારા ઘરનો લગભગ ૭૦ થી ૭૫ ટકા કચરો બહાર ફેંકાતો નથી. તે બીજાને પણ કમ્પોસ્ટ માટે પ્રેરણા આપે છે.
પોતાના ગાર્ડનિંગ ગ્રુપમાં તેની જાણકારી આપતો રહે છે. ઉપરાંત સોસાયટીની ખાલી જગ્યાઓમાં પણ છોડવા વાવતો રહે છે. લીફમિશફક્ષ જ્ઞર લયિયક્ષત નામે ઇન્સ્ટાગ્રામ
પેજ ઉપર તે ફોટો અને વીડિયો શેર કરતો રહે છે, જેથી
વધુ ને વધુ લોકોને ગાર્ડનિંગની સાચી રીત ખબર પડે.
આશા છે તેની કહાણીમાંથી તમે પણ ગાર્ડનિંગ માટે
પ્રેરણા લેશો.