અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી
બોક્સ-૧-પુસ્તકવિશે
નામ- ગુજરાતી ગીત
લેખક- ભગીરથ બ્રહ્મભટ્ટ
પ્રકાશક- પોત્ો
પ્રકાશન વર્ષ-૨૦૦૨
કુલ પાના- ૧૬૮
કિંમત- પંચ્યાસી રૂપિયા
-ગુજરાતી ગીત : સ્વરૂપ વિચાર, સાહિત્ય સ્વરૂપ તરીકે ગીત માટે મીમાંસા કરતા ઉપલબ્ધ પુસ્તકોમાં કદાચ પહેલું પુસ્તક હશે. પોતાના આવકારમાં રસળતી ગીતમીમાંસા શીર્ષકથી પ્રા. જશવંત શેખડીવાળા યથાર્થ નોંધે છે કે, ગુજરાતી અભિજાત ગીતસાહિત્યની ચર્ચા વિચારણા રજૂ કરવાનું લક્ષ્ય રાખેલું ત્ો સિદ્ધ કરવામાં લેખક સફળ થયા છે. પુસ્તકમાં લેખકે કવિતામાં ગીતનું સ્થાન, ત્ોની વ્યાખ્યા અન્ો વિશેષતા, ઊર્મિકાવ્યના એક પ્રકાર લેખે ત્ોનું અસ્તિત્વ, આગવું-અનોખું સ્વરૂપ અન્ો સંવિધાન, વિષયવૈવિધ્ય, રસકીય ક્ષમતા, લોકગીત સાથેનો સંબંધ, વર્ણ-શબ્દ-લય-ઢાળ-રાગની વિશેષતા અન્ો તજ્જન્ય સંગીતતત્ત્વ આદિ ગીત વિષયક તમામ બાબતોનું વિવેચન કર્યું છે.
પોતાના નિવેદનમાં કવિ-લેખક નોંધે છે કે મારે મન ગીતનું સ્વરૂપ લયના લીલાછમ્મ ઝાડ જેવું છે. ભગીરથ બ્રહ્મભટ્ટે મૌલિક લખાણોનો પ્રારંભ ગીતથી જ કરેલો એવું પણ એ સ્વીકારે છે. એની પાછળનું કારણ, કવિન્ો પહેલેથી જ ગીતસ્વરુપ પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું. સંશોધનકાર્ય માટે પદ્યના આ વિશિષ્ટ કાવ્યસ્વરૂપ પ્રત્યે નજર ઠરી. દીર્ઘ સાહિત્યપરંપરા ધરાવતા આ સાહિત્ય સ્વરૂપના મૂળ લોકગીતમાં જણાયાં. પ્રસિદ્ધ વિવેચક ડૉ. પ્રમોદકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ પછી સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત : એક અભ્યાસ એ વિષયે સંશોધન થયું. જોકે આ પુસ્તક એ સંશોધનનું એક પ્રકરણ માત્ર છે. છતાં આ પ્રકરણના માધ્યમથી પણ ગીતસાહિત્ય અન્ો એમાંય ગુજરાતી ગીત સાહિત્ય વિશે એક મહત્ત્વનો લઘુગ્રંથ આપણન્ો પ્રાપ્ત થયો છે.
૧૬૮ પાનાના આ લઘુગ્રંથમાં કુલ ૧૯ પ્રકરણોમાં ગીતસાહિત્ય વિષયક મોટાભાગનું વિવેચન સમાવિષ્ટ છે. જેમાં કવિતાકલાના સામાન્ય પરિચય સાથે ગુજરાતી ગીત કવિતાનો પરિચય પણ સામેલ છે. અભિજાત ગીતની ગંગોત્રી લોકગીતથી શરૂ થતી ગીતસાહિત્યની ચર્ચા ગીત ઊર્મિકાવ્યનો પ્ોટાપ્રકાર થઈન્ો આગળ વધે છે. પુસ્તકમાં ગીતના પ્રભાવક તત્ત્વો, ગીતની સંજ્ઞા વ્યાખ્યાવિચાર અન્ો પ્રકાર, ગીતનું સ્વરૂપ અન્ો સંવિધાન, વિષય વૈવિધ્ય અન્ો નિરુપણરીતિ, ગીત માટે જરૂરી એવા લય, ઢાળ, રાગની સમજ અન્ો ગીતમાં લયવિધાનની પણ વિશદ છણાવટ છે.
લેખક દ્વારા આ પુસ્તકમાં ગીતમાં સંગીતનાં તત્ત્વોની ઉપકારતા, ગીતમાં માધુર્ય અન્ો સૌંદર્યની નજાકત, ગીતમાં ગીતત્ત્વ અન્ો કાવ્યત્વ, વિચારતત્ત્વ અન્ો અર્થતત્ત્વની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ગુજરાતી ગીતમાં આધુનિકતા સાથે ગીતમાં ભાવવ્યંજકતા, ગીત સર્જન પાછળ કળાત્મક અભિજ્ઞતા, ગીતની ભાષા, ગીતની રસકીય ક્ષમતા વિશે પણ વિચાર કરવામાં આવ્યો છે. છેલ્લે ગીત સ્વરૂપમાં આવતી સંજ્ઞાઓનો પરિચય પણ સામેલ કરવામાં આવ્યો છે.
ગીતના લય, ઢાળ, રાગની સમજ અન્ો ગીતમાં લયવિધાન પ્રકરણમાં કવિ લખે છે કે, સાહિત્યમાં કવિતા-જાતિ એના પદ્યબંધન્ો કારણે નોખી તરી આવે છે. ગીત રચના એક વિશિષ્ટ પ્રકારનું ઊર્મિકાવ્ય છે, એનું મુખ્ય પ્રેરણાસ્ત્રોત લોકગીત છે. ગીતની ધ્રુવપંક્તિ એક વિશિષ્ટ રાગ, ઢાળ કે લયનું એકલ લઈન્ો આવે છે. પ્રત્યેક શબ્દન્ો પણ પોતાનું આગવું સ્ાૂક્ષ્મ સંગીત હોય છે. એ સંગીત અપ્ાૂર્વ લયમાંથી જન્મતું હોય છે. કેટલાંક ઉદાહરણો જોઈએ- કેસરભીના કહાનજી, કસુંબ્ો ભીની નાર, લોચન ભીનાં ભાવ-શું, ઊભાં કુંજન્ો દ્વાર (નરસિંહ મહેતા), ગડગડ કરી, ભડભડ કરી, રણવાદ્ય તુજ વગડાવડે (ખબરદાર), સુક્કો દુકાળ તારા દેશમાં છતાંય, અરે સુક્કો દુકાળ મારા દેશમાં છતાંય (રમેશ પારેખ).
આવર્તન આધારિત લયનાં ઉદાહરણો પણ જોઈએ- ૧. મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિન્ો જરી, એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં, ઝાંખી કરી. ૨. મારી બંસીમાં બોલ બ્ો વગાડી તું જા. ૩. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા. ૪. કેવડિયાનો કાંટો અમન્ો વનવગડામાં વાગ્યો રે.
ગુજરાતી ગીત અન્ો આધુનિકતા પ્રકરણમાં કવિ આ ગુજરાતી ગીતમાં પ્રવેશેલા અન્ો પ્રયોગ થયેલા નવા વિષયના કેટલાંક ઉદાહરણો આપ્ો છે, જોઈએ- પાળિયાની જેમ મારી એકલતા આરડે ન્ો પાધરની જેમ તમે ચૂપ, વીત્ોલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં આંખો બ્ો આંસુ સ્વરૂપ (ચિનુ મોદી). ક ખ ગ ઘ કખ ગઘ, કક્કો તારો ખોટો, ઝટ ઝાલી લે લ લંપટનો લોટો (આદિલ મન્સ્ાૂરી). અંધારું કાળું ગુલાબ મારા વ્હાલમા, અંધારું આપ્ોલો કોલ મારા વ્હાલમા, અંધારું સોનાનો સુંવાળો સ્ાૂર (મણિલાલ દેસાઈ). તારું મધમીઠું મુખ, જાણે સાત-પાંચ તારાનું ઝૂમખું, મારું સામટું દુ:ખ, વાયુનું પગલું શું આછું, હો આમત્ોમ ઊડે હો ઊડે (રાવજી પટેલ).
ભાવવ્યંજનાના ઉદાહરણ પણ જોઈએ- દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ, પણ કલરવની દુનિયા અમારી, વાટે રખડ્યાની મોજ છીનવી લીધી, ન્ો તોય પગરવની દુનિયા અમારી (ભાનુપ્રસાદ પંડ્યા), સોનલ, તમે હાથમતીનું વ્હેણ ન્ો અમે ઢળતા બુરજ, અલપઝલપ છાંય તમારી વ્હેણમાં ઢોળી લઈએ કંઠારની રાંગ્ો (રમેશ પારેખ). મારી આંખે કંકુના સ્ાૂરજ આથમ્યા, મારી વેલ્યન્ો સંગારો વીરા રાગન્ો સંકોરો (રાવજી પટેલ). લયપરિવર્તનથી રસસિદ્ધિનું ઉદાહરણ પણ જોઈએ- હાં રે અમે ગ્યાંતા, હો રંગન્ો ઓવારે, કે ત્ોજન્ો ફુવારે, અનંતના આરે હો, રંગરંગ વાદળિયાં (સુન્દરમ્).
સરવાળે, આ લઘુગ્રંથ ગીત સ્વરૂપ વિશે જાણવા, સમજવા અન્ો એ સાહિત્ય સ્વરૂપમાં સર્જન કરવા ઈચ્છનારન્ો માટે ચોક્કસ એક રેડીરેકનરની ગરજ સારે એમ છે. એ માટે કવિ-લેખક્ધો અભિનંદન.