હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્ર્વર, અલ્લાહની પ્રાપ્તિ થાય
આચમન -કબીર સી. લાલાણી
સ્વામી વિવેકાનંદ જેમના પ્રિય શિષ્ય હતા તે દેશના યશસ્વી સંત રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બધા ધર્મના નામે લડે છે, પણ વિચારતા નથી કે જે કૃષ્ણ કહેવાય છે એ જ શિવ છે. ઈશ્ર્વર ને અલ્લાહ પણ તે જ છે. એક રામનાં હજાર નામ.
એક દિવસ નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદે) તેમને પૂછ્યું – ‘આપે ઈશ્ર્વરને જોયા છે?’ ઠાકુરે તરત કહ્યું – ‘હા, તને જોઉં છું તેવી જ રીતે હું ઈશ્ર્વરને પણ જોઈ શકું છું.’
* દોરામાં જો ગાંઠ પડી ગઈ હોય તો તે સોયના નાકામાં આવતો નથી અને તેનાથી સીવી શકાતું નથી.
* મનમાં પણ જો સંકીર્ણતાની ગાંઠ પડી જાય તો તેનેે ઈશ્ર્વર સાથે જોડી શકાતું નથી અને જીવનનું લક્ષ્ય પણ મેળવી શકાતું નથી.
તેઓ નરેન્દ્રને કહેતા –
* ચુંબક અને પથ્થર પાણીમાં પડ્યાં રહે તો તેનો લોખંડ પકડવાનો અને ઘસવાથી આગ ઉત્પન્ન થવાનો ગુણ નષ્ટ થતો નથી.
* વિષમ પરિસ્થિતિઓ છતાંય સજ્જન પોતાનો આદર્શવાદ છોડતો નથી.
* ઝેર સાપના પગમા નહીં, મોંમાં હોય છે.
ભારતના યશસ્વી સંત રામકૃષ્ણ પરમહંસનો જન્મ ૧૮૩૬માં બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો.
* સંત તોતાપુરી પાસે એમણે સંન્યાસની દીક્ષા લઈ વેદ-પુરાણોનો અભ્યાસ કર્યો હતો.
* તેઓ પૂજારી હતા અને મહાકાળી માતાના ભક્ત હતા.
* પૂજારી રામકૃષ્ણ પરમહંસને લોકો ઠાકુર કહીને પણ બોલાવતા હતા.
* તેમનું બાળપણનું નામ ગદાધર હતું. સૌ તેમને ગોદાઈ કહી બોલાવતા હતા.
* નૈસર્ગિક સૌંદર્ય જોઈને તેમને દિવ્ય અનુભૂતિ થતી.
* વેણુ વગાડતા શ્રીકૃષ્ણની ભૂમિકા હોય કે વ્યાકુળ રાધાની! કિશોર વયે તેઓ પૂરી તન્મયતાથી એ ભજવતા.
* તેઓ એક ધર્મ ને બીજા ધર્મ વચ્ચે ભેદ ન કરતા.
* તેમણે જગતના બધા ધર્મોની સાધના કરી હતી.
* તેઓ કહેતા કે સૌએ દરેક ધર્મને આદર આપવો જોઈએ.
વહાલા વાચકમિત્રો! સંત રામકૃષ્ણ પરમહંસનું પવિત્ર જીવન હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ સંપ્રદાયો અરે, જગત આખા માટે આદર્શ દૃષ્ટાંત પૂરું
પાડે છે.
સચ્ચાઈ
* જે જ્ઞાન મનને ચોખ્ખું કરે છે એ જ જ્ઞાન છે, બાકી તો અજ્ઞાન છે.
* હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્ર્વર, અલ્લાહની પ્રાપ્તિ
થાય છે.
આદર્શ
સરોવરના એક ઘાટ પર હિંદુ ઘડો ભરે, બીજા પર મુસ્લિમ મશક ભરે. એક જેને જળ કહે બીજો તેને પાની, ત્રીજા ઘાટ પર ક્રિશ્ર્ચિયન ‘વોટર’ કહે છે. ઉ