મુંબઈમાં વિલે પાર્લે ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ફ્લાયઓવરની નીચે મંગળવારે આગ ફાટી નીકળી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી એવી તેમણે માહિતી આપી હતી.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ સાંજે 4 વાગ્યાની આસપાસ સહારા હોટેલ પાસે અંધેરી-વિલે પાર્લે બ્રિજની નીચે લાગી હતી. આગની લપેટમાં બ્રિજની નીચે પાર્ક કરેલા કેટલાક સ્ક્રેપ વાહનો આવી ગયા હતા. જોકે, આગ આ સ્ક્રેપના વાહનો સુધી જ મર્યાદિત્ત રહી હતી. ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગને 15 મિનિટમાં કાબુમાં લેવામાં આવી હતી.
બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.