થાણે પશ્ચિમમાં કાસરવડાવલી ઘોડબંદર રોડ પર રત્ના પેલેસ હોટેલની સામે આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી છે. જ્યારે રોડ પર ટ્રાફિક ચાલી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતા લોકોએ દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોયા હતા.
આગ લાગતા તુરંત અગ્નિશમન દળને જાણ કરવામાં આવી હતી. આગને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ અને ફાયર બ્રિગેડના જવાનોએ સવારે 11:02 કલાકે પૂરી રીતે કાબૂમાં લીધી હતી. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. આગમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
પોલીસ દ્વારા આપેલી માહિતી મુજબ આગ કાસરવડાવલી ઘોડબંદર રોડ પર રત્ના પેલેસ હોટેલની સામે આવેલા એક સ્ટોર રૂમ (30×25 ફીટ) માં ફાટી નીકળી હતી. જે બિલ્ડિંગનું નવું બાંધકામ ચાલી રહ્યું હતું તે સ્થળે પ્રાઇડ પ્રોપર્ટી ડેવલપર્સ દ્વારા અસ્થાયી રૂપે આ સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો હતો.