મુંબઈઃ મુંબઈ નજીકના પાલઘર જિલ્લાની સ્કૂલમાં પંદર વર્ષના સગીરે પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યાનો ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો હતો. સ્કૂલમાં બનેલા બનાવથી સમગ્ર પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ પાલઘર જિલ્લાના નાલાસોપારમાં પંદર વર્ષના સગીરની શનિવારે આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ શનિવારે બપોરના બન્યો હતો, જ્યારે આરોપી બાળકીને ફોસલાવીને સ્કૂલ લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઘટનાસ્થળેથી સગીર ભાગી ગયો હતો, પરંતુ બાળકી પોતાના ઘરે જવામાં સફળ રહી હતી અને તેના માતાપિતાને જાણ કરી હતી. બાળકીના પિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
આ બનાવ પછી પરિવારમાં જોરદાર આક્રોશ જોવા મળે છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે પોલીસે બાંદ્રા, ખાર, ચેમ્બુર અને નાગપાડા સહિત અન્ય જગ્યાએ તપાસ કરી હતી, ત્યાર બાદ તેની નાલાસોપારામાંથી ધરપકડ કરી હતી. આઈપીસી અને પોક્સો એક્ટ અન્વયે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.