ફોકસ -રાજેશ યાજ્ઞિક
સનાતન ધર્મનાં ધર્મશાસ્ત્રોને સમજવા માટે ગુરુની આવશ્યકતા શા માટે રહેલી છે? આપણે ત્યાં કોઈ વ્યક્તિને ‘યોગ્ય’ બન્યા વિના શાસ્ત્રના અધ્યયનનો અધિકાર મળતો નથી. તેનું કારણ છે કે આપણાં શાસ્ત્રોમાં માત્ર જ્ઞાનનું ઊંડાણ જ નથી, પરંતુ તેમાં ગૂઢતા રહેલી છે. ગહન વિષયને સરળ કરવા પ્રતીકાત્મક વર્ણન જોવા મળે, જેને સમજવા જ્ઞાની માર્ગદર્શક, અર્થાત્ કે ગુરુની આવશ્યકતા રહેલી છે. આવો જ એક વિષય છે, અષ્ટપાશ. જીવને બંધનો છે. જીવને જો મુક્તિ મેળવવી હોય તો એ બંધનો કયાં છે? અને તેને કેમ તેનાથી મુક્ત થવાય? તેની વિશદ ચર્ચાઓ આપણા અનેક ગ્રંથોમાં અલગ ગલગ રીતે જોવા
મળે છે.
તંત્ર ફિલસૂફી મુજબ આઠ બંધનો/સાંકળો છે જે આત્માને માયા સાથે બાંધે છે. આ બંધનો છે ઘૃણા, લજ્જા, ભાયા (અથવા આશંકા), જુગુપ્સા, કુલ, જાતિ અને શીલા. કોઈ પણ ચેતના જે આ ૮ બંધનોથી બંધાયેલ છે તેને જીવ કહેવાય છે અને જે ચેતના આ બધી સાંકળોથી મુક્ત છે તેને કહેવાય છે સદાશિવ.
દુર્ગા સપ્તશતીના અધ્યાય ૮મા, જ્યારે રાક્ષસો ચંડ અને મુંડ મૃત્યુ પામ્યા, ત્યારે અસુરોનો રાજા શુમ્ભ ગુસ્સે થયો અને તેણે તેની સેનાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. તે ક્રોધથી
કહે છે,
“હે રાક્ષસો, હું અસુરોની બધી સેનાઓને આદેશ આપું છું, ઉદાયુધ નામક ૮૬ દૈત્ય સેનાપતિ, ૮૪ કમ્બુ નામધારી સેનાનાયક, પોતાના સૈન્ય સહિત કૂચ કરે.
“કાલક, દૌહૃદ, મૌર્ય અને કાલકેય અસુર પણ યુદ્ધ માટે તૈયાર થઈ મારી આજ્ઞા સાથે પ્રસ્થાન કરે.
અહીં દુર્ગા સપ્તશતી તંત્ર અને તેના એક મહાન રહસ્યને ઉજાગર કરે છે અને સાથે બ્રહ્માંડ અને માયાનું રહસ્ય પણ. રાક્ષસ શુમ્ભ જે આપણા અહમનું પ્રતીક છે, તે શુભ ઉપર અશુભના વિજય માટે ૮ પ્રકારના રાક્ષસોનું આવાહન કરે છે. આ ૮ પ્રકારના રાક્ષસો હકીકતમાં, અષ્ટપાશના પ્રતીક છે જે જીવને માયા સાથે બાંધે છે.
આ ૮ બંધનો સપ્તશતીમાં ૮ રાક્ષસના પ્રતીકાત્મક રીતે પ્રતિબિંબિત થયા છે. જ્યારે જીવ માતા શક્તિનું આવાહન કરે છે, ત્યારે તે આપણામાં રહેલા આ રાક્ષસો સામે લડે છે અને આ અસુરો દ્વારા બનાવેલાં બંધનો તોડીને આપણને મુક્ત કરે છે. જીવ ત્યારે બને છે સદાશિવ! તંત્રવિદ્યાના શાસ્ત્ર ‘કુલાર્ણવ તંત્ર’માં પણ અષ્ટપાશનો ઉલ્લેખ મળે છે.
મીરાંબાઈ પણ તેમના એક પદમાં લખે છે,
પજ્ઞફળજ્ઞ રૂજ્ઞજળજ્ઞ બઉંળગ્રળજ્ઞ ક્ષળફ, પ્ધૂઘિ પેં અફઘ ઇ્ંયૐ ગુ॥ ચજ્ઞઇં॥
્રૂળ (૧) ધમ પૂ પેં રૂવળ્ ડર્ળ્ીંઈં ક્ષળ્રૂળજ્ઞ, ર્લૈલળ લળજ્ઞઉં રુણમળફ
અશ્ર્ ઇંપૃ ઇંત ટબરૂ બઉિં વે, ડક્ષ્ફ ઇંફળજ્ઞ ડળ્ઈં ધળફ
્રૂળજ્ઞ ર્લૈલળફ લરૂ રૂહ્ળજ્ઞ ઘળટ વે, બઈં ખળેફળલિ ફિ ઢળફ
પફિળૐ ઇંજ્ઞ પ્ધૂ રુઉંફઢફ ણળઉંફ, અળમળઉંપણ રુણમળફ
કેટલાક અભ્યાસુઓનું કહેવું છે કે અહીં ‘અષ્ટ કરમ’ દ્વારા કુલાર્ણવ તંત્રમાં વર્ણવાયેલા અષ્ટપાશની જ વાત મીરાંબાઈએ કહી છે જેનાથી મુક્ત થયા વિના ‘દુ:ખનો ભાર’ હળવો થતો નથી અને ‘લખ ચોરાસી’માંથી પાર ઊતરાતું નથી.
કુલાર્ણવ તંત્રમાં લખ્યું છે,
ઘૃણા, શંકા, ભય, લજ્જા, જુગુપ્સા, કુલ, શીલ અને માન – આ આઠ જીવો માટે બંધનના પાશરૂપ છે.
રામાયણના એક અર્થઘટનમાં પણ અષ્ટપાશનો ઉલ્લેખ કરતાં ભાષ્યકાર લખે છે કે મેઘનાદ મમત્વનું પ્રતીક છે અને મેઘનાદરૂપી મમત્વ અષ્ટપાશ દ્વારા જીવને પ્રતાડિત કરે છે. મેઘનાદનું મુખ્ય અસ્ત્ર છે આ અષ્ટપાશરૂપી નાગપાશ. સાધારણ મનુષ્યોમાં અષ્ટપાશ મોજૂદ હોય છે અને તેને ચારેતરફથી બંધનમાં રાખે છે.