(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર કોઈપણ સ્પષ્ટ ટ્રિગરના અભાવ વચ્ચે અથડાઈ ગયું છે. એચસીએલના સારા છતાં નકારાત્મક સંકેત સાથેના પરિણામથી બજારનું માનસ વધુ ડહોળાયું છે.
હવે બજારને રિલાયન્સના પરિણામનો ઇન્તેઝાર છે અને તેની સાંજે થનારી જાહેરાત અગાઉ નીરસ હવામાન છે. જોકે એ નોંધવું રહ્યું કે બજારને ફટકો આઇટી સેકટર તરફથી મળ્યો છે.
યુરોપના સમાચાર પણ પ્રોત્સાહક નથી. યુકેના એફએટીસી, પેરિસના સીએસી અને જર્મનીના ડેકસ ઇન્ડેક્સ ખુલતા સત્રમાં ગબડ્યા છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માર્ચમાં અને આ મહિનાના પહેલા પખવાડિયે સારી લેવાલી કરી હતી. જોકે એના કારણો અલગ છે, પણ અત્યારે વેચવાલી ફરી શરૂ થઈ હોવાથી બજારને ધક્કો લાગ્યો છે. હવે રિલાયન્સના પરિણામ કેવા આવે છે અને માર્કેટ કેવા પ્રત્યાઘાત આપે છે તે જોવું રહ્યું!