Homeલાડકીપર્યાવરણ પ્રેમ અને હૃદયના પ્રેમનું કોમ્બિનેશન - ગ્રીન ડેટિંગ

પર્યાવરણ પ્રેમ અને હૃદયના પ્રેમનું કોમ્બિનેશન – ગ્રીન ડેટિંગ

ટ્રેન્ડિંગ -પંકિલ મહેતા

આપણી ફિલ્મોમાં મોટાભાગના પ્રણયદ્રશ્યો હરિયાળા પર્વતો, ફૂલોના બગીચા કે ખેતરોમાં ફિલ્માવાયેલા હોય છે. તમારા મનમાં સદાબહાર સુપરહિટ ગીતોને યાદ કરી જુઓ. ફિલ્મોમાં કુદરતી સૌંદર્ય વિના પ્રણય ગીતની કલ્પના પણ નહીં આવે. બદલાતા સમય સાથે પ્રેમ અને પર્યાવરણનો આ નાતો કપલ્સ તેમની લવ લાઈફ શરૂ કરવા માટે ડેટિંગ કરે છે, જેથી તેઓ એકબીજાને જાણવા અને તેમના સંબંધોને આગળ લઈ જવા માટે એકબીજા સાથે સમય પસાર કરી શકે. ડેટિંગ દરમિયાન, આ કપલ્સ પાર્કમાં ફરવા, કેફે-રેસ્ટોરન્ટમાં જવાનું, આઉટડોર એક્ટિવિટીમાં ભાગ લેવા, એકબીજાને ગિફ્ટ આપવા જેવી રીતો અપનાવે છે. પરંતુ આજકાલ ડેટિંગના કોન્સેપ્ટમાં એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અન્ય દેશોની સાથે ભારતમાં પણ ગ્રીન ડેટિંગનો ટ્રેન્ડ આવ્યો છે. ગ્રીન ડેટિંગને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ વધુ તીવ્ર બન્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાના સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણ બચાવવા અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ પ્રયાસમાં યુગલો પણ જોડાયા છે.
ગ્રીન ડેટિંગનો ક્રેઝ વધી રહ્યો છે
સારી વાત એ છે કે હવે આપણા દેશના કપલ્સ તેમના પ્રેમને મજબૂત કરવાની સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધારી રહ્યા છે. ઘણા લોકો એવું પણ વિચારતા હશે કે ડેટિંગ કરતી વખતે પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કેવી રીતે કરી શકાય? તો જાણી લો કે તે શક્ય છે અને તેને ગ્રીન ડેટિંગ કહેવામાં આવે છે.
ગ્રીન ડેટિંગની રીત
ગ્રીન ડેટિંગ અથવા ઇકો ફ્રેન્ડલી ડેટિંગ એ સામાન્ય ડેટિંગની જેમ જ છે, જેમાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હોય છે. તેમની વચ્ચે જોડાણ અથવા પ્રેમની લાગણી હોય છે. ડેટિંગ દરમિયાન, તેઓ એકબીજા સાથે સમય પસાર કરવા માટે ક્યાંક જાય છે. તેઓ એકબીજાને ભેટ વગેરે આપે છે. પરંતુ ગ્રીન ડેટિંગમાં તમે તમારા પાર્ટનર સાથે ઈકો-ફ્રેન્ડલી રીતે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.
આ પ્રકારની ડેટિંગમાં કપલ્સ એકબીજાને એવી વસ્તુઓ ગિફ્ટ કરે છે જે પર્યાવરણનું રક્ષણ કરે છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ડેટિંગ ધીમે ધીમે આપણા દેશમાં પણ લોકપ્રિય થઈ રહ્યું છે. જો તમે પણ આવા વિચારમાં રસ દાખવતા હોવ તો તમારે જાણવું જોઈએ કે આ રીતે તમે ઈકો-ફ્રેન્ડલી ડેટિંગ કરતી વખતે તમારા પાર્ટનરની નજરમાં વધુ ખાસ બની શકો છો.
ગિફ્ટ્સમાં પણ છે વેરિએશન
પર્યાવરણની રક્ષા કરવી એ દરેકની ફરજ છે અને જો તમે તમારા પાર્ટનરને તેનું મહત્ત્વ સમજાવશો તો તેને પણ તે જાણીને ખૂબ આનંદ થશે. આ દિવસોમાં ઘણા યુગલો ડેટિંગ દરમિયાન તેમના પાર્ટનરને રિયુઝેબલ કોફી મગ, ટકાઉ બેગ અથવા ઇન્ડોર પ્લાન્ટ્સ ભેટમાં આપે છે કારણ કે તે માત્ર તેમનામાં પર્યાવરણવાદને પ્રોત્સાહન જ નથી આપતું, પરંતુ સાથે તેમને તે માર્ગને અનુસરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારા જીવનસાથી સાથે આઉટડોર ગાર્ડન પિકનિકનું આયોજન કરીને, તમે તમારી પર્યાવરણીય જાગૃતિથી તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકો છો. તમે આ પિકનિકમાં બાયો-ડિગ્રેડેબલ કપ અને પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો, જે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે.
રોમેન્ટિક વોક છે ઈન
તમે જોયું જ હશે કે આ દિવસોમાં લોકો ક્યાંય પણ ફરવા જાય છે, તેમને સાઈકલ ચલાવવી ગમે છે, જેનાથી તેમને સુંદર નજારો માણવાની અને સ્વસ્થ રહેવાની પૂરી તક મળે છે. કારમાં બેસીને ટ્રાફિકમાં અટવાવું ખૂબ કંટાળાજનક હોઈ શકે છે. તેના બદલે, તમે એડવેન્ચર તરીકે સાઈકલ ડેટ પણ પસંદ કરી શકો છો.
યુગલો પર્યાવરણને મહત્ત્વ આપે છે
આ દિવસોમાં યુગલો તેમના ઘરોમાં વધુને વધુ વૃક્ષો અને છોડ વાવવા માંગે છે. ઘણા લોકો તેમના જન્મદિવસ પર વૃક્ષો વાવવાનું કામ પણ કરે છે અને તેના માટે તેમના ભાગીદારોને પ્રેરણા આપે છે. હવે જ્યારે પણ પાર્ટનર્સ ફ્લેટ જોવા જાય છે, ત્યારે તેઓ ચોક્કસપણે તેમની આસપાસ વૃક્ષો અને હરિયાળી માટે જગ્યા શોધે છે અને જો તેમને તે પ્રકારનું વાતાવરણ ન દેખાય, તો તેઓ આવા ઘર ખરીદવા માટે અચકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -