જરુરિયાત એ આવિશષ્કારની જનની છે. હરિણાયાના ઝજ્જર જિલ્લાના ઝાંસવા ગામમાં રહેતાં 13 વર્ષના કાર્તિકે પોતાની અનોખી શોધ દ્વારા એ સાબિત કરી દીધું છે. તેની માતા અભણ હોવાને કારણે તે અખબારમાં પ્રકાશિત સમાચારો વાંચી જ શકતી નહોતી. આ સમસ્યાના નિરાકણર રુપે કાર્તિકે એક ઓડિયો વિઝ્યુઅલ ન્યૂઝ પેપર બનાવ્યું હતું, જે ન્યૂઝ પર ક્લિક કરવામાં આવે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆય) એન્કર એ વાંચી સંભળાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નાનકડાં બાળકે એવી શોધ કરી છે કે માત્ર અહીં ન્યૂઝ સંભળાશે નહીં પણ એ ન્યૂઝ સાથે સંલગ્ન વિડિયો પણ પ્લે થશે. કાર્તિક માત્ર આ શોધ કરીને ચૂપ નથી બેઠો પણ તેણે પોતાની આ શોધનું પેટર્ન પણ કરાવી લીધું છે. 25 એપ્રિલના રોજ તેની માતાના હસ્તે આ ન્યૂઝ પેપરનું પ્રકાશન થશે. આ ન્યૂઝપેપરને શ્રીકુંજ એવું નામ આપવામાં આવ્યું છે.
આ પેપર સાપ્તાહિક હશે. જેમાં એક અઠવાડિયાની માહિતી અને મનોરંજનના સમાચાર હશે. એક વેબ પોર્ટલ સાથેની વાતમાં કાર્તિકે કહ્યું હતું કે આ ટેક્નિકની મદદથી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોઇ પણ ઇ-પેપરને જોડીને ઓડિયો-વિઝ્યુઅલ બનાવી શકે છે. પણ હાલમાં તે માત્ર ને માત્ર તેના શ્રીકુંજ ન્યૂઝ પેપર પર ફોકસ કરવા માંગે છે. કાર્તિકના કહેવા મૂજબ વૃદ્ધ લોકો, અભણ લોકો ઉપરાંત અઁધ લોકોને પણ તેનો લાભ મળશે.
કાર્તિકના આ ટેલેન્ટને જોઇ તેના પિતા અજિત સિંગ જે દસમું ધોરણ ભણ્યા છે અને ખેતી કરે છે તે અને કાર્તિકની માતા સુશીલા જે ગૃહિણી છે બંને ખૂબ ખૂશ થયા છે. કાર્તિકના ટેલેન્ટને ધ્યાનમાં રાખી રાજ્યના ઉપમુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ તેને લેપટોપ ભેટમાં આપ્યું છે. આ લેપટોપની મદદથી જ કાર્તિક આ ન્યૂઝ પેપર તૈયાર કરી શક્યો છે.