Homeતરો તાજાગુણોની અમીરી ધરાવતું ચીકુ ગરીબો માટે કેરી સમાન

ગુણોની અમીરી ધરાવતું ચીકુ ગરીબો માટે કેરી સમાન

વિશેષ-મુકેશ પંડ્યા

ગરમીની ઋતુ પૂરબહારમાં ખીલી છે ત્યારે આપણે કેરીની સિઝન તો માણી જ રહ્યા છે, પરંતુ આ ઋતુમાં ચીકુને પણ એટલી જ ઉત્કંઠાથી માણવાની જરૂર છે. કેરી કરતાં પ્રમાણમાં સસ્તું ચીકુ તેના ગુણોમાં જરાય ઊતરતું નથી. કેરીનો વૈભવ રોજે રોજ ન પોસાય એવા લોકોને પણ ચીકુ પૂરતું પોષણ આપી શકે છે.
મુંબઇના બોરીવલીમાં આજે શિંપોલી નજીક ચીકુવાડી છે ત્યાં પહેલા ખરેખર ચીકુનાં ખૂબ વૃક્ષો હતાં પણ આજે મકાનો થઈ ગયાં છે. જોકે મુંબઈની નજીક દહાણુ – ધોલવડમાં આજે પણ ચીકુનાં વૃક્ષો હારબંધ ઊભાં છે એટલે તરોતાજા રસ ઝરતા ચીકુનો સ્વાદ મુંબઈગરાઓ આ ગરમીમાં માણી શકે છે. ચીકુમાં ૭૧ ટકા પાણી અને ૨૫ ટકા કાર્બોહાઈડ્રેટ્સ (૧૪ ટકા ગ્લુકોઝ) હોવાથી એ ઉનાળામાં તરસ્યા અને થાકી ગયેલા જીવને તુરંત રાહત તેમજ ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.
વિટામિન એ થી ભરપૂર ચીકુ આપણી અને આપણાં બાળકોની આંખો સાજી નરવી રાખે છે. ચીકુમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોવાથી તે માણસને પેટના રોગો તેમ જ કબજિયાતથી દૂર રાખે છે.
ચીકુમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસની અધિકતા હોઈ તે શરીરના હાડકાને મજબૂત રાખે છે.
ચીકુમાં ફેટનું પ્રમાણ ઓછુ હોવાથી તે શરીરનું વજન વધવા દેતુ નથી. વિટામિન સી, વિટામિન એ અને એન્ટિ ઓક્સિડન્ટ્સ તેમ જ ફાઇબર્સ પૂરતા પ્રમાણમાં હોવાથી કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. ગર્ભવતી તેમ જ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ઉત્તમ ટોનિક પુરવાર થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન આવતી કમજોરી અને ચક્કરની સમસ્યાને પણ દૂર કરે છે. ચીકુમાં કેરી કરતાં પણ વધુ ગ્લુકોઝ હોવાથી શ્રમિકો માટે તેમ જ નિયમિત કસરત કરતા લોકોને ત્વરિત અને પૂરતી શક્તિ પૂરી પાડે છે. ચીકુ માત્ર શારીરિક જ નહીં માનસિક બીમારીઓને પણ દૂર રાખે છે. ચીકુ મગજની તંત્રિકાઓને પણ શાન્ત અને તણાવમુક્ત કરવા મહત્ત્વનો ભાગ ભજવે છે. અનિદ્રા, ચિંતા અને મનને સ્ટ્રેસથી દૂર રાખે છે.
એન્ટિ બેક્ટેરિયલ તેમ જ એન્ટિ વાયરલ હોવાથી દર્દીઓને એક સારવાર તરીકે પણ આપી શકાય એવું આ શ્રેષ્ઠ ફળ ઉપેક્ષા કરવા જેવું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -