(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં એચ૩એન૨ વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. ભાવનગરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં એક મહિલાના એચ૩એન૨ વાઈરસથી મોત બાદ વધુ એક એચ૩એન૨નો કેસ નોંધાયો છે. ભાવનગરમાં એચ૩એન૨નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ હતી. જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં હાલ એચ૧એન૧ના ૭૭ જેટલા કેસ છે. જ્યારે એચ૩એન૨ના ચાર જેટલા કેસ છે. જેમાં એચ૩એન૨ વાયરસથી રાજ્યમાં પ્રથમ મોત થયું હતું. વડોદરાના ફતેગંજ વિસ્તારના ૫૮ વર્ષીય મહિલાનું એચ૩એન૨ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.