Homeફિલ્મી ફંડામધર્સ ડે પર માતાને લખ્યો સુંદર મેસેજ

મધર્સ ડે પર માતાને લખ્યો સુંદર મેસેજ

પુત્રી પર પણ વરસાવ્યો પ્રેમ

દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણી વૈશ્વિક સ્ટાર પ્રિયંકા ચોપરાએ પણ મધર્સ ડેની ઉજવણી કરી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પુત્રી માલતી મેરી અને તેની માતા મધુ ચોપરા સાથેના ફોટા શેર કર્યા છે. તેની સાથે એક સુંદર ચિઠ્ઠી પણ લખી છે. પ્રિયંકાની આ પોસ્ટ વાંચીને ચાહકોનું દિલ પણ ખુશ થઈ ગયું છે. આજનો દિવસ માતાઓને સમર્પિત કરતા આ ખાસ દિવસે, પ્રિયંકાએ થ્રોબેક ફેમિલી ફોટો શેર કર્યો છે અને માતાનો આભાર માન્યો છે.
પ્રિયંકાએ મધર્સ ડે પર માતા મધુ ચોપરા, સાસુ ડેનિસ અને પુત્રી માલતી મેરી સાથે ફોટા શેર કર્યા છે. અભિનેત્રીએ તેની દાદી, માતા અને પતિ નિક જોનાસની માતા ડેનિસનો આભાર માન્યો છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું – હું ખૂબ નસીબદાર છું કે મને હંમેશા માતાનો પ્રેમ મળ્યો છે. મારી માતા હું જાણું છું તે સૌથી મજબૂત મહિલા છે, અને તેની માતા પણ હતી, હું યોદ્ધાઓના વંશમાંથી આવું છું અને તેમાંથી ઘણા લોકો દ્વારા મારો ઉછેર થયો છે. મારી માતા, મારી કાકી, મારી દાદી… આભાર મમ્મી, તમે મારા જીવનની સૌથી મોટી ભેટ છો. હું આનાથી વધુ કોઈ ન હોઈ શકું.”

આ પોસ્ટમાં પ્રિયંકાએ પોતાના માતૃત્વ વિશે પણ વાત કરી હતી. તેણે લખ્યું હતું કે, “મને તે તમામ માતાઓ જેમની સાથે મને કામ કરવાની તક મળી છે અને જેમની સાથે મને કામ કરવાની તક નથી મળી, એ બધા માટે મને ખૂબ જ સન્માન છે. એમ માતા તરીકે મને પોતાના બાળકો માટે લાલનપાલન કરતી તમામ માતાઓ માટે આદર અને ગર્વ છે. તેઓ પોતાની આગામી પેઢી માટે સમર્પિત છે. બધાનો આભાર. હું ખૂબ નસીબદાર છું, અને હું તને પ્રેમ કરું છું માલતી મેરી. મને માતા બનાવવા બદલ આભાર. તે મારા જીવનનું સૌથી મોટું સન્માન છે કે તમે મને તમારી માતા તરીકે પસંદ કરી.”

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેની બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં હાજરી આપી હતી. આ સિવાય અભિનેત્રી તેની ટીવી સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ચર્ચામાં છે. પ્રિયંકા ટૂંક સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’માં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -