Homeઆપણું ગુજરાતગુજરાતમાં ₹ રર૧૩.૬૦ કરોડના ખર્ચે ૯૧૯ કિ.મી. લંબાઇના ૯૪ માર્ગોના વિકાસ થશે

ગુજરાતમાં ₹ રર૧૩.૬૦ કરોડના ખર્ચે ૯૧૯ કિ.મી. લંબાઇના ૯૪ માર્ગોના વિકાસ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના ૯૧૯ કિ.મીટર લંબાઇના ૯૪ માર્ગોના વિકાસ કામો માટે રર૧૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, ૧૦ મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પુલો, બાયપાસ સહિતનાં ૯૪ કામો માટે આ માતબર રકમ મંજૂર કરાઇ છે. એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે ૧૭ જિલ્લાઓમાંથી પસાર થતા ૩૭ રસ્તાઓની ર૮૯.૩ર કિ.મીટર લંબાઇને ૧૦ મીટર પહોળી કરવા માટે ૪૬૭.૦૯ કરોડ રૂપિયાનાં કામો મંજૂર કર્યા છે.
તદ્દઅનુસાર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવાં મેટ્રો શહેરોને જોડતા ૮ રસ્તાઓની ૧૧૭.૭૧ કિ.મીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે ર૪૭.૩પ કરોડ રૂપિયા મંજૂર
કર્યા છે.
રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ૩ સ્ટેટ હાઇવેઝની ૧૬.૪૦ કિ.મીટર લંબાઇની કામગીરી માટે ૬૬ કરોડ રૂપિયાનાં કામોની મંજૂરી આપી છે.
મુન્દ્રા, દહેજ પોર્ટ તથા સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રિયલ એરિયાને જોડતા ૧૦ રસ્તાઓની ૧૭૭.પ૦ કિ.મીટર લંબાઇના ફોરલેન તથા ૧૦ મીટર પહોળા કરવા માટે ૧૪૬.૮૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટૂરિસ્ટ સરકીટને જોડતા ૧૦ માર્ગોની ૧૪ર.૪૬ કિ.મીટર લંબાઇને ૧૦ મીટર પહોળા કરવા માટે ૧૦પ.ર૮ કરોડ રૂપિયા મંજુર થયા છે.
સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા ૩ રસ્તાઓની ૭૧.૭૩ કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે ૪૪પ.રપ કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે.આ ઉપરાંત મહેસાણા-પાલનપુર સીક્સલેન રોડને હાઇસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે ફલાય ઓવર/વી.યુ.પી અને પૂલના નિર્માણ માટે ૪૬પ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
રાજ્યના વાપી, વલસાડ, રાધનપૂર, અમરેલી, લુણાવાડા, સંતરામપુર અને લૂણી તથા મોટા કાંડાગરા જેવાં સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન/બાંધકામ હેતુસર ૧પ૮.૧પ કરોડ રૂપિયા તેમજ ડૂબાઉ પુલના સ્થાને હાઇ લેવલ પુલ, પુલોના મજબૂતીકરણ, રસ્તાઓ પહોળા કરવાનાં કામો માટે પણ મુખ્યમંત્રીશ્રીએ ૧૧ર.૦૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -