24 કલાક પછી બહાર કાઢવામાં આવ્યો પણ…
મધ્યપ્રદેશના વિદિશામાં રેસ્ક્યુ ઓપરેશનના 24 કલાક બાદ પણ બચાવી શકાયો નથી. 8 વર્ષનો માસૂમ લોકેશ જીવનની લડાઈ હારી ગયો છે. NDRFની ટીમ બાળકને બહાર કાઢીને સીધો હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનો હાલમાં દુઃખમાં ગરકાવ થઇ ગયા છે. લોકેશની માતાના રડી રડીને બૂરા હાલ થઇ ગયા છે. પોતાના લાડલાને ગુમાવવાનું દુઃખ તે કેમે કરીને સહન કરી શકતી નથી. નોંધનીય છે કે લોકેશ ગઈ કાલે સવારે 11 વાગ્યે 60 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો. માસૂમ બાળકનો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 7 વર્ષનો લોકેશ 43 ફૂટ નીચે ફસાઈ ગયો હતો.
પહેલા આસપાસના લોકોએ કપડા વડે બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આમાં સફળતા મળી ન હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. SDRF અને NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર હતી. કેટલાય કલાકો સુધી બાળકને બચાવવાના પ્રયાસો ચાલુ હતા.
લોકેશ નામનો નિર્દોષ બોરવેલમાં પોતાના જીવન માટે લડી રહ્યો હતો. બાળક મેદાનમાં રમી રહ્યો હતો અને રમતા રમતા બોરવેલમાં પડી ગયો. ત્યારબાદ કલાકોની મહેનત બાદ બાળકને ઊંડા બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. લોકેશને બોરવેલમાંથી બહાર કાઢતાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેને બચાવવા માટે NDRFએ 51 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો.
Also Read : બોરવેલમાં 8 વર્ષની માસૂમ જિંદગી દાવ પર, બચાવ કામગીરી ચાલુ https://bombaysamachar.com/innocent-lives-of-7-years-at-stake-in-borewell-rescue-operation-underway/