Homeઆમચી મુંબઈ74% બજેટ વાપરી શિક્ષણ વિભાગ 1st class: 0.49 % ખર્ચ કરી ગૃહ...

74% બજેટ વાપરી શિક્ષણ વિભાગ 1st class: 0.49 % ખર્ચ કરી ગૃહ નિર્માણ વિભાગ fail?

નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 9મી માર્ચે પહેલું બજેટ પ્રસ્તુત કરશે. ત્યારે આ જ પાશ્વભૂમિ પર પાછલા વર્ષના બજેટની ફાળવણી અને તેના ઉપયોગની કેટલીક રસપ્રદ માહિતી મળી છે. જે અંતર્ગત જાણવા મળ્યું છે કે કુલ બજેટમાંથી માત્ર 41.473% રક્કમ જ ખર્ચવામાં આવી છે. બજેટનો ઉપયોગ કરવામાં શાળા શિક્ષણ વિભાગ મોખરે છે જ્યારે ગૃહ નિર્માણ વિભાગ આ હરોળમાં સૌથી છેલ્લું રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં પૂરાં થતા આર્થિક વર્ષ માટે 6 લાખ 47,225 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જેમાંથી 41.473% એટલે કે 2 લાખ 68,425 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. જેમાં શાળા શિક્ષણ વિભાગ દ્વારા સૌથી વધુ 74.39% (52,675 કરોડ) ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે ગૃહ નિર્માણ વિભાગે માત્ર 0.49% (45.42 કરોડ) ખર્ચ કર્યા છે. ગૃહ વિભાગ, નાગરીક વિકાસ, આરોગ્ય, સામાજીક સુરક્ષા અને કલ્યાણ, કૃષિ વગેરે વિભાગો માટે 6,47,225.17 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી 50.68%(3,28037.93 કરોડ) વાપરવામાં આવ્યા. 41.473% પ્રત્યક્ષરીતે ખર્ચ પણ કરવામાં આવ્યા છે.

પ્રત્યક્ષ રીતે ખર્ચ કરવાવાળા ટોપ – 5 વિભાગો
1) શાળા શિક્ષણ વિભાગ – 74.39% (52,675.29 કરોડ)
2) તંત્ર શિક્ષણ વિભાગ – 72.26% (9,506.80 કરોડ)
3) કાયદો, ન્યાય અને વ્યવસ્થા – 67.69% (2,605.89 કરોડ)
4) મહિલા અને બાલ વિકાસ – 61.98% (3,703.16 કરોડ)
5) સહકાર વિભાગ – 60.20% (4,470.91 કરોડ)

ઓછું બજેટ વાપરનારા ટોપ-5 વિભાગો
1) ગૃહ નિર્માણ વિભાગ – 0.49% (45.42 કરોડ)
2) ખોરાક અને નાગરીક પુરવઠો – 4.02% (762.88 કરોડ)
3) જાહેર બાંધકામ – 5.17% (2078.76 કરોડ)
4) પર્યટન વિભાગ – 10.33% (284.43 કરોડ)
5) ઉદ્યોગ, ઉર્જા, કામગાર – 12.26% (2,747.12 કરોડ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -