એમ કહેવાય છે કે તમે તમારા દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરી શકો છે, અશક્યને શક્ય પણ બનાવી શકો છો. આવું જ કંઇ કામ એક રાજનેતાએ કરી બતાવ્યું છે, જેને જોઇને લોકોને ખાતરી થાય છે કે સાહસને ઉંમરના સિમાડા નડતા નથી.
છત્તીસગઢના આરોગ્ય પ્રધાન ટીએસ સિંહ દેવ દેશની સાર્વત્રિક આરોગ્ય સંભાળ સિસ્ટમનો અભ્યાસ કરવા 10 દિવસના ઓસ્ટ્રેલિયાના સત્તાવાર પ્રવાસે ગયા છે. અહીં તેમણે તેમના સત્તાવાર ફરજોમાંથી સમય કાઢીને સૌથી મનોહર સ્થળ પર એડ્રેનાલિનના જોશથી ભરપૂર સ્કાયડાઇવિંગની મઝા માણી હતી. 70 વર્ષીય આ નેતાની સાથે ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્કાયડાઈવિંગ સેન્ટરના અનુભવી પ્રશિક્ષકો પણ હતા.
There were no bounds to the sky’s reach. Never!
I had the incredible opportunity to go skydiving in Australia, and it was truly an extraordinary adventure. It was an exhilarating and immensely enjoyable experience. pic.twitter.com/2OZJUCnStG
— T S Singhdeo (@TS_SinghDeo) May 20, 2023
ટીએસ સિંહ દેવ સુરગુજાના મહારાજા પણ છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્કાયડાઈવિંગનો વીડિયો શેર કરતા કહ્યું હતું કે “તે ખરેખર એક અસાધારણ સાહસ હતું.” વીડિયોમાં, આરોગ્ય પ્રધાન ખાસ જમ્પસૂટમાં સજ્જ જોવા મળ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફરીથી સ્કાયડાઈવિંગ કરશે, તો તેમણે કહ્યું હતું કે તેમને સ્કાયડાઈવિંગમાં બહું મઝા આવી અને તેઓને હવે વારંવાર સ્કાયડાઈવિંગ કરવાનું મન થાય છે.
वाह महाराज साहब!! आपने तो कमाल कर दिया!
हौसले यूं ही बुलंद रहें।
शुभकामनाएं। https://t.co/TZipUUu0Ic
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 20, 2023
તેમના આ વીડિયો પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે, જેમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ પણ સામેલ છે. ભૂપેશ બઘેલે પ્રતિક્રિયા આપતા હિન્દીમાં એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, “વાહ મહારાજા સાહેબ! આપને તો કમાલ કર દિયા! હૌસલે યૂં હી બુલંદ રહેં.