6, 6, 6, 6, 6nb, 6, 6. યુવી કરતાં એક ડગલું આગળ
યુવા ઓપનર રુતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશના બોલર શિવા સિંહની એક ઓવરમાં 7 સિક્સ ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઓવરમાં તેણે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.
રુતુરાજ ગાયકવાડે એવું પરાક્રમ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ ક્રિકેટર નથી કરી શક્યા. મહારાષ્ટ્રના યુવા ઓપનર રુતુરાજ ગાયકવાડએ વિજય હજારે ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ સામે એક ઓવરમાં સતત 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે નો બોલ પર પણ સિક્સર ફટકારી હતી અને ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા. આ સાથે તેણે મેચમાં બેવડી સદી પણ પૂરી કરી હતી. તેણે આ ધૂંઘાધાર છગ્ગા ઇનિંગની 49મી ઓવર કરી રહેલા શિવા સિંહની ઓવરમાં માર્યા હતા.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
તે 159 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા સાથે 220 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની બેવડી સદીને કારણે ટીમે 50 ઓવરમાં 330 રનનો જંગી જુમલો ખડકી દીધો હતો.
T20 વર્લ્ડ કપ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડને એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી, જ્યારે તેની પહેલા ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઘરેલું ક્રિકેટમાં આ કારનામું કર્યું હતું. હવે ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ મારીને ઈતિહાસ રચ્યો છે.
રુતુરાજે ઇનિંગની 49મી ઓવર ફેંકવા આવેલા શિવા સિંહની ઓવરમાં આ ઇતિહાસ રચ્યો હતો. શરૂઆતમાં જ્યારે 5 બોલમાં 5 સિક્સર ફટકારવામાં આવી ત્યારે શિવા દબાણમાં આવી ગયો હતો. આ પછી રૂતુરાજે સિક્સર ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી. અહીં શિવ વધુ કમનસીબ સાબિત થયો હતો કારણ કે તેનો આ બોલ નો-બોલ હતો. છેલ્લા બોલ પર, જ્યારે તેણે બેટ ફરીથી સ્વિંગ કર્યું ત્યારે પણ બોલ બાઉન્ડ્રીની બહાર છ રન માટે ગયો હતો. આ રીતે રુતુરાજ એક ઓવરમાં 7 સિક્સર ફટકારી ઇતિહાસ રચી દીધો હતો.
nice post