આજે સવારે ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સનું 65.58% પરિણામ જાહેર થયું છે. A ગ્રુપનું 72.27% અને B ગ્રુપનું 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ મોરબી જીલ્લાના હળવદ કેન્દ્ર પર 90.41% નોંધાયું છે અને જયારે દાહોદ જીલ્લાના લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% પરિણામ આવ્યું છે. જીલ્લાની વાત કરીએ તો સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.
આ વર્ષે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં A, B અને AB ગ્રૂપના મળીને 1.10 લાખ રેગ્યુલર અને 16 હજાર જેટલા રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આજે પરિણામ જાહેર થયું છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા જાહેર થયું છે. એટલે આ વખતે વિદ્યાર્થિનીઓ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું છે. ગુજકેટમાં આ વર્ષે 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 ઉપર વિદ્યાર્થી પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.