મુરેનાઃ મધ્યપ્રદેશ (એમપી)ના મુરેના જિલ્લા (ચંબલ ઝોન)માં જૂની દુશ્મનાવટ અને જમીનના વિવાદમાં ફિલ્મી ઢબે ધોળે દિવસના ગોળીબારમાં છ જણનાં મોત થયા છે. અહીંના જિલ્લાના લેપા ગામમાં ધીર સિંહ અને ગજેન્દ્ર સિંહના પરિવારની વચ્ચે જમીનના આંતરિક વિવાદમાં છ જણને જીવ ગુમાવવાની નોબત આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટના મોરેના જિલ્લાના સિંઘોનિયા પોલીસ સ્ટેશન હેઠળના લેપા ગામની છે. જમીનના વિવાદ, જૂની અદાવત અને વેરની વસૂલાતના કિસ્સામાં છ જણને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાઈરલ થયો છે, જે જોઈને લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. આ મુદ્દે સ્થાનિક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ડાકુઓ માટેના જાણીતા ચંબલ ઝોનમાં તો ખાસ કરીને કોઈ પણ વિવાદનો અંતિમ નિર્ણય તો બંદૂકની ગોળીથી લેવામાં આવે છે અને આજે એવું જ અહીં થયું હતું.
2013માં ગજેન્દ્ર સિંહ અને ધીર સિંહના પરિવારની વચ્ચે દુશ્મનાવટ શરુ થઈ હતી. જમીનના એક ભાગમાં કચરો નાખવાની બાબતમાં વિવાદ થયો હતો, ત્યારબાદ આ બાબત એટલી બધી ગંભીર બની ગઈ હતી હતી કે ગજેન્દ્ર સિંહના લોકોએ ધીર સિંહના પરિવારના બે સભ્યની હત્યા કરી નાખી હતી. આ મુદ્દો અંબાહ કોર્ટમાં પહોંચ્યો છે, જેમ કે જમીનનો વિવાદ થયો હતો, જેમાં કોર્ટમાં તારીખ પે તારીખના માફક તેનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. ગજેન્દ્ર સિંહનો પરિવાર ગામ છોડીને બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો, જ્યારે ધીર સિંહનો પરિવાર બદલો લેવાનું નક્કી કર્યું હતું. શુક્રવારે સવારે ગજેન્દ્ર સિંહના પક્ષના લોકો ગામ પાછા ફર્યા હતા, ત્યાર બાદ બદલો લેવાનું નક્કી કર્યું હતું.
MPના ચંબલમાં ફિલ્મી ઢબે અંધાધૂંધ ફાયરિંગઃ એક પરિવારના છ જણનાં મોત#MadhyaPradesh #Morena #gunshot #viral #viralvideo
Get More Details :🛰️| https://t.co/RalGp3Psin pic.twitter.com/WZtIlx0rn4
— Mumbai Samachar Official (@Msamachar4u) May 5, 2023
ધીર સિંહના પરિવારે જ્યારે ગજેન્દ્ર સિંહનો પરિવાર ગામમાં આજે પાછો ફર્યો ત્યારે તેના પર હુમલો કર્યો હતો. શરુઆત લાકડી-ડંડાથી લડાઈ શરુ થયા બાદ ધીર સિંહના પરિવારના લોકોએ બંદૂકો લઈ આવ્યા હતા. શ્યામુ અને અજિત નામના બે લોકોએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. એ વખતે ગજેન્દ્ર સિંહના પરિવારના જે કોઈ સભ્ય સામે આવ્યા તેમને ઠાર કર્યા હતા. ફાયરિંગમાં મહિલાઓ પર પણ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું, જ્યારે ઘાયલ થયા પછી પણ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
અંધાધૂંધ ફાયરિંગમાં છ જણનાં મોત થયા છે, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ છે. આ બનાવ પછી સમગ્ર ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગના બનાવ પછી લોકો ઘટનાસ્થળે આવવામાં ડરી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચ્યા પછી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.