એકનાથ શિંદે સહિત 15 વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાના ચૂકાદા પર સુપ્રિમ કોર્ટે ગુરુવારે ફેસલો આપ્યો હતો. આ અંગે કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો. જેને પગલે શિંદે-ફડણવીસ સરકાર ઉપર તોળાતું સંકટ ટળ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ જો રાજીનામું આપ્યું ન હોત તો પરિસ્થિતિ પૂર્વવત કરી શકી હોત એ કોર્ટે જણાવ્યું હતું. ઉપરાંત બહૂમતીની તપાસણી પહેલાં જ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું. જેને કારણે હાલની સરકાર ગેરકાયદે છે એમ ના કહી શકાય એમ પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. ત્યારે હવે સુપ્રિમ કોર્ટના આ નિર્ણય બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝાટકો લાગી શકે છે ઠાકરેની શિવસેનાના 50 થી 60 પૂર્વ નગરસેવકો શિંદેની શિવસેનામાં જોડાશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આવનારી મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં એકનાથ શિંદેની શિવસેના ઉદ્ધવ ઠાકરેને આઘાત આપવાની તૈયારીમાં છે. બીએમસીના 50 થી 60 પૂર્વ નગરસેવકો અમારા સંપર્કમાં છે એવો દાવો શિંદેની શિવસેનાના પ્રવક્તા શિતલ મ્હાત્રેએ કર્યો છે. ઉપરાંત શિવસેનાના સાંસદ ગજાનન કિર્તીકરે પણ કેલાંક સાંકેતીક વિધાનો કર્યા છે.
અનેક નેતાઓ શિવસેનામાં પ્રવેશ કરવા માટે ઇચ્છુક છે. જોકે તેઓ સુપ્રિમ કોર્ટના નિર્ણય માટે રોકાયા હતાં. હવે આ નેતાઓ શિવસેનામાં પ્રવેશ કરશે. જેમાં મુંબઇ મહાનગર પાલિકાના અનેક પૂર્વ નગરસેવકો પણ છે. તેમાંથી 6 નગરસેવકો વ્યક્તિગત રીતે મારા સંપર્કમાં છે. આ નગરસેવકો ધનુષ્યબાણના ચિન્હમાં ચૂંટણી લઢવા માંગે છે. ચૂંટણી પંચના નિર્ણય મૂજબ શિવસેના અને ધનુષ્યબાણ આ ચિન્હ અમારી પાસે છે. એવું સાંસદ ગજાનન કિર્તીકરે કહ્યું હતું. ત્યારે બીએમસીની ચૂંટણી પહેલાં મુંબઇના રાજકારણમાં કયો ભૂકંપ આવશે તેની સામે બધાની નજર છે.