ઓસ્કાર 2023 માટેની ફિલ્મોના નોમિનેશનનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે. આ સૂચિમાં એવી ફિલ્મો છે જે સત્તાવાર રીતે અલગ-અલગ શૈલીમાં એકબીજા સામે સ્પર્ધા કરી શકે છે, પરંતુ આ સૂચિમાં સમાવેશ એ બાંયધરી નથી કે ફિલ્મ એકેડેમી પુરસ્કારોની અંતિમ યાદીમાં સ્થાન મેળવશે. અંતિમ યાદી 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર માટે લાયક 301 ફીચર ફિલ્મોની યાદી બહાર પાડી છે અને ભારતીય ફિલ્મોએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં એસએસ રાજામૌલીની ‘RRR’, સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને રિષભ શેટ્ટીની ‘કંતારા’નો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે.
આ વખતે 95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચ, 2023ના રોજ લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. ટીવી સ્ટાર જિમી કિમેલ આ વર્ષે ઓસ્કાર હોસ્ટ કરશે.