સોમવારે વહેલી સવારે આંદામાન-નિકોબાર ટાપુઓના નિકોબાર ટાપુ ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર સોમવારે સવારે લગભગ 5:07 વાગ્યની આસપાસ આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપના કારણે નિકોબાર ટાપુ પર કોઈપણ પ્રકારની જાનહાનિ કે સંપત્તિના નુકસાનની માહિતી મળી હોવાના અહેવાલને સમર્થન આપ્યું નહોતું.
કેવી રીતે આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટસની અથડામણ છે. પૃથ્વીના પેટાળમાં સાત પ્લેટ આવેલી છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે એકબીજા સાથે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન તૈયાર થાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણા ફોલ્ડ થવાને કારણે ત્યાં દબાણ વધે છે અને પ્લેટs તૂટવાની શરૂઆત થાય છે. આ પ્લેટસ તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે આ પ્રક્રિયાને ભૂકંપના નામે ઓળખીએ છીએ.