સાયન – પનવેલ હાઇવેની બંને બાજુ આવેલાં 40 જેટલાં જૂના વૃક્ષો માત્ર લોકો હોર્ડીંગ્સને જોઇ શકે તે માટે કાંપીનાંખવામાં આવ્યા છે તેવો દાવો એક સામાજીક કાર્યકર્તાએ કર્યો છે. આ હોર્ડીંગમાં એક હોર્ડીંગ ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર કાર્યક્રમનું હોવાનો દાવો પણ આ સામાજીક કાર્યકર્તાએ કર્યો છે. ખારઘરમાં યોજાયેલ મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર કાર્યક્રમ હિટસ્ટ્રોક લાગચાં થયેય મૃત્યુને કારણે ચર્ચામાં છે. હજી તો આ વિવાદ શમ્યો નથી ત્યાં આ કાર્યક્રમનું નામ વધુ એક વિવાદ સાથે જોડાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક સામાજીક કાર્યકર્તાએ હાલમાં જ ફરિયાદ કરી છે કે સાયન-પનવેલ હાઇવેની આજુબાજુ ખૂબ જ જૂના અને મોટાં વૃક્ષ છે. આ વૃક્ષો હાઇવે પર લગાવવામાં આવતાં હોર્ડીંગ્સના આડે આવતાં હોવાથી તેમાંથી 40 વૃક્ષોને ગેરકાયદે કાપી નાંખવામાં આવ્યા છે.
એક વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ સામાજીક કાર્યકર્તા વોગેટ્ટી પરશુરામ જે પોતે એક ચાર્ટર એકાઉન્ટન્ટ છે તેણે પનવેલ મહાનગર પાલિકાની વૃક્ષ સમિતિમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યું કે, વાશીમાં લગભગ 40 જેટલાં જેના વૃક્ષોને કાંપી નાંખવામાં આવ્યા છે.
તેણે વધુમાં જણાવ્યું કે પનવેલ મગહાનગર પાલિકા દ્વારા માત્ર ને માત્ર આવક વધારવા માટે સાયન –પનવેલ હાઇવે પરના વૃક્ષોનું નિકદંન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આ વૃક્ષો રાતના અંધારામાં આકપવામાં આવ્યા છે. કંઇ પાલિકા અને કયા એડવાઇટઝર રાતના આવું કામ કરતાં હશે? લોકોને હાઇવે ની આજુ બાજુએ લગાવવામાં આવેલ હોર્ડીગ્સ સારી રીતે દેખાઇ શકે તે માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા છે. જો કે આ અંગે પાલિકા તરફથી જાણકારી મળી નથી.