મુંબઈમાં બીકેસીમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન અજાણ્યા શખસે 40 મોબાઈલની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. શનિવારે બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોએ મોબાઈલ ચોરીની ફરિયાદ પોલીસને કરી હતી જે બાદ પોલીસ ચોરની શોધ કરી રહી છે.
મ્યુઝિક કોન્સર્ટમાં સેંકડો લોકો હાજર રહ્યા હતાં અને ભીડથી ખચાખચ આ કોન્સર્ટમાં ચોરે તકનો ફાયદો ઉઠાવીને મોંઘા મોબાઈલ ચોરી કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.