ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં બે ભયાનક અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. ગુરુવારે, રસ્તાના કિનારે એક સેલ્સમેન લોકોને કપડાં સાફ કરવા માટે ડિટર્જન્ટ પાવડર વિશે કહી રહ્યો હતો, ત્યારે એક અનિયંત્રિત પિકઅપ વેન આવીને ત્યાં ઊભેલા લોકો સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુરુવારે સવારે 11 વાગ્યાની સર્જાયેલા આ અકસ્માતમાં આસપાસ કોતવાલી રૂદૌલીના મુઝફ્ફર પાસે NH 27 હાઈવે પર એક ડિટર્જન્ટ સેલ્સમેન લોકોને પાવડર બતાવી રહ્યો હતો. દરમિયાન બેકાબુ બનેલ પીકઅપ વેન બાઇકને ટક્કર માર્યા બાદ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બે મહિલા, એક બાળક અને એક સેલ્સમેનના મોત થયા હતા, જ્યારે બે જણ ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહોને પોલીસે કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
બીજો અકસ્માત કોતવાલી રૂદૌલીના ભેલસર પાસે થયો હતો. તમામ ડોકટરો કારમાં લખનૌથી અયોધ્યા જિલ્લા હોસ્પિટલ ડ્યુટી કરવા માટે આવી રહ્યા હતા, એ સમયે કાર અને બાઇકની ટક્કર થઇ હતી. ટક્કર બાદ કાર બેકાબૂ થઈને પલટી ગઈ, જેમાં 3 ડોક્ટર અને બાઇક સવાર ઘાયલ થયા હતા. તમામને લખનઊની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.