12માં ધોરણની પરીક્ષાના ભૌતિકશાસ્ત્રના પેપરની ચકાસણી દરમિયાન ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓની આન્સરશીટ પર બે સહિ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ અંગે તપાસ સમિતિ રચવામાં આવી હતી. ત્યારે તપાસ સમિતિના અહેવાલમાં આઘાતજનક વિગતો જાણવા મળી છે. કારણ કે ભૌતિકશાસ્ત્રની 372 આન્સરશીટમાં એક જ વ્યક્તિની સિગ્નેચર હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ અંગેની જાણ તરત જ રાજ્ય શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. જ્યારે આને પરીક્ષાનું એક મોટું સ્કેમ ગણાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 12માં ધોરણની આન્સરશીટ ચકાસતી વખતે ભૌતિકશાસ્ત્ર વિષયના લગભગ ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનાની આન્સરશીટમાં બે અલગ અલગ સિગ્નેચર હોવાની વિગતો જાણવા મળી હતી. આખો વિષય શંકાસ્પદ લાગતાં તેની જાણ શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા આ તામામ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી તેમને નોટીસ મોકલી તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રના પ્રમુખને બોલાવી તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે. જોકે હજી સુધી આ બે સિગ્નેચર કોની છે એ અંગેનો ખૂલાસો થઇ શક્યો નથી. જ્યારે આ અંગે હાલમાં જ તપાસ સમિતિનો અહેવાલ આવતાં તેમાં આ તમામ 372 આન્સરશીટ પર એક જ વ્યક્તિની સિગ્નેચર હોવાનું સ્પષ્ટ થયું છે.
આ તમામ ઘટના સામે આવ્યા બાદ 15મી મેથી પરીક્ષા કેન્દ્ર સંચાલકના જવાબ લેવામાં આવ્યા. આ ઘટના ક્યાં બની, આન્સરશીટ જમા ક્યારે કરાવવામાં આવી, આ આન્સરશીટ કસ્ટોડિયન પાસે ક્યારે મોકલવામાં આવી આવા પ્રશ્નો કેન્દ્ર સંચાલકને પૂછવામાં આવ્યા હતાં. હવે મોડરેટરની પૂછપરછ કર્યા બાદ વધુ જાણકારી મળી શકશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ આન્સરશીટ સેન્ટરમાં જ મેનેજ કરવામાં આવી કે તેને બહાર મોકલવામાં આવી હતી તે અંગેનો ખૂલાસો થવાની પણ શક્યતાઓ રહેલી છે.
કેલાંક એવા પ્રશ્નો જેના જવાબ મળી શક્યા નથી
- બીડ અને હિંગોલી આ બે જ જિલ્લામાંથી આ ઘટના કંઇ રીતે સામે આવી?
- ભૌતિકશાસ્ત્રની 372 આન્સરશીટમાં એક જ વ્યક્તિની સિગ્નેચર કંઇ રીતે આવી?
- ત્યારે સંબંધિત સેન્ટર જ મેનેજ થયું હતું તે તમામ આન્સરશીટ જ બહાર મોકલવામાં આવી હતી?
- પરીક્ષા બાદ આ જવાબો લખાયા કે શું?
- પહેલીનજરે જોતાં આન્સરશિટમાં અધૂરા રહી ગયેલા જવાબો એક જ વ્યક્તિએ લખ્યા હોવાનો અંદાજ પ્રાથમિક તપાસ લગાવાવમાં આવ્યો છે. ત્યારે આ વ્યક્તિ આખરે કોણ છે?