કહેવાય છે કે પ્રેમને ઉંમર નથી હોતી… આ વાત પર એક સુપ્રસિદ્ધ બોલીવુડ ગીત પણ બન્યું છે કે ના ઉમ્ર કી સિમા હો, ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેકે કેવલ મન… આવું જ કંઇક આ લવ સ્ટોરીમાં પણ છે. ઉમંરમાં 61 વર્ષનો તફાવત હોવા છતાં 24 વર્ષની યુવતીએ 85 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તે 100 વર્ષના હોત તો પણ મને ફરક પડ્યો ન હતો એમ આ યુવતીનું કહેવું છે. અમેરિકામાં રહેતી મિરેકલ પોગ 2019માં ચાર્લ્સ પોગને મળી હતી. થોડાં જ સમયમાં બન્ને વચ્ચે મિત્રતા થઇ અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી. ચાર્લ્સ નિવૃત્ત રિઅલ એસ્ટેટ એજન્ટ છે. મિરેકલ વ્યવસાયે નર્સ છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ચાર્લ્સે મિરેકલને ફેબ્રુઆરી 2020માં પ્રપોઝ કરી હતી. બંનેનું વૈવાહિક જીવન સારું ચાલી રહ્યું છે અને હવે બંને પરિવાર વધારવાનો વિચાર કરી રહ્યાં છે. પોતાની અનોખી લવ સ્ટોરી અંગે વાત કરતાં મિરેકલે કહ્યું કે તે પહેલીવાર જ્યારે ચાર્લ્સને મળી ત્યારે તેને ચાર્લ્સની ઉંમર કેટલી હશે તે અંગે કોઇ અંદાજ નહતો. બંનેના મનમાં એક બીજા માટે પ્રેમ વધ્યો. એક દિવસે વાત વાતમાં ચાર્લ્સે મિરેકલને તેની જન્મ તારીખ પૂછી ત્યારે તેમને ઉંમરની ખબર પડી. જોકે એ બંને એટલાં પ્રેમમાં હતાં કે એમના માટે એ સમયે ઉંમર કોઇ અડચણ બની નહતી.