Homeદેશ વિદેશએરપોર્ટ પર 22 સાપ સાથે મહિલા ઝડપાઈ

એરપોર્ટ પર 22 સાપ સાથે મહિલા ઝડપાઈ

શુક્રવારે મલેશિયાથી ચેન્નાઈ પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી વિવિધ પ્રજાતિના ઓછામાં ઓછા 22 સાપ મળી આવ્યા હતા. સાપને તેના ચેક-ઇન સામાનમાં પારદર્શક પ્લાસ્ટિકના કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. કસ્ટમ અધિકારીઓએ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચેલી આ મહિલાની વિવિધ પ્રજાતિના 22 સાપ અને કાચંડા સાથે ધરપકડ કરી છે. આ મહિલા 28 એપ્રિલે કુઆલાલંપુરથી ફ્લાઈટ નંબર AK13 દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પહોંચી હતી. કસ્ટમ અધિકારીઓએ તેને શંકાના આધારે મહિલાને અટકાવી હતી. “તેના ચેક-ઇન કરેલા સામાનની તપાસ કરવા પર કાચંડો સાથે વિવિધ પ્રજાતિના 22 સાપ મળી આવ્યા હતા. આ સરિસૃપને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની સાથે કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું. મહિલાને શનિવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેણે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.

ભારતમાં ગેરકાયદેસર વન્યજીવનના વેપારમાં ઉચ્ચ માંગ ધરાવતી પ્રજાતિઓમાં સરિસૃપનો સમાવેશ થાય છે અને ઘણી વાર એરપોર્ટ પર તેને જપ્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં થાઈલેન્ડથી આવતા એક મુસાફર પાસેથી ચેન્નાઈ ખાતે 45 બોલ અજગર, ત્રણ માર્મોસેટ્સ, ત્રણ સ્ટાર કાચબા અને આઠ કોર્ન સાપ જપ્ત કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર 2022 માં સત્તાવાળાઓએ ચેન્નાઈ ખાતે વિદેશી પ્રજાતિના 1,204 સરિસૃપ જેમ કે બોલ પાયથોન, ગ્રીન ઇગુઆના, મોનિટર ગરોળી, કોર્ન સાપ અને આફ્રિકન કાચબો જપ્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -