Homeઆપણું ગુજરાતકચ્છમાં દિવસ અને રાતના તાપમાનમાં ૨૨ ડિગ્રીનો તફાવત

કચ્છમાં દિવસ અને રાતના તાપમાનમાં ૨૨ ડિગ્રીનો તફાવત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: મહાશિવરાત્રી પર્વને આડે હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ વચ્ચે સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી છે.વહેલી સવારે ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક ૩૩ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચે જતા ગ્રીષ્મ ઋતુના આગમનના એંધાણ જાણે અત્યારથી જ વર્તાઈ રહ્યાં હોય તેમ વનવગડામાં આંબે આવેલા મોર મહેકી ઊઠ્યા છે. ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવાથી ખડૂતોએ પાક ઉતારવો શરૂ કરી
દીધો છે.
રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી લોકોને પંખા ધીમા કરવા મજબૂર કરી રહી છે,માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે જયારે દસ વાગ્યા બાદ આકરા તડકા સાથે મહત્તમ તાપમાનનો આંક ૩૩થી ૩૬ ડિગ્રી સે.પર પહોંચી જતાં મહા મહિનામાં ચૈત્ર માસ જેવી બપોરના ભાગે પડતી તીખી ગરમી જનજીવનને અકળાવી રહી છે.
ભુજમાં લઘુતમ અને મહત્તમ તાપમાન વચ્ચે ૧૮ ડિગ્રીના તફાવત સાથે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ દિવસ-રાતના તાપમાનમાં ૨૨ ડિગ્રી જેટલો તફાવત રહેવાની સાથે ૧૧ ડિગ્રીએ રાજ્યનું ઠંડું મથક બન્યું હતું.
કંડલા બંદરમાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં આંશિક ગરમીની આણ યથાવત્ રહી હતી. સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગનાં
મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૧૨થી ૧૫ ડિગ્રીની આસપાસ રહેતાં દિવસે ગરમી રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -