2023ના સંસદરત્ન પુરસ્કાર માટે દેશના 13 એમપીને નોમિનેટ કરવામાં આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રના ચાર એમપીનો સમાવેશ થાય છે. આઠ લોકભસભા અને પાંચ રાજ્યસભાના એમપીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાળની અધ્યક્ષતા અને ભૂતપૂર્વ ચૂંટણી પંચના કમિશનર એસ કૃષ્ણમૂર્તિની અધ્યક્ષતા હેઠળની જ્યુરીએ આ એમપીઓનું નોમિનેશન કર્યું હતું. જે એમપીનું નોમિનેશન કરવામાં આવ્યું છે તેમાં 17મી લોકસભાની શરૂઆતથી શિયાળુ સત્ર 2022ના અંત સુધી સંસદમાં પૂછવામા આવેલા પ્રશ્નો અને ચર્ચા-વિચારણામાં લેવામાં આવેલા સહભાગને ધ્યાનમાં લેવામાં આવે છે.
નોમિનેશન મેળવનારા એમપીમાં લોકસભામાં ભાજપના એમપી બિદ્યુત બરન મહતો, ડો. સુકાંત મુઝુમદાર, કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, કુલદીપરાય શર્મા, વિજયકુમાર ગાવિત, ગોપાળ શેટ્ટી, સુધીર ગુપ્તા, રાષ્ટ્રવાદી કોંગ્રેસના એમોલ કોલ્હેનો સમાવેશ થાય છે.
રાજ્યસભાની વાત કરીએ તો સીપીએમ જોન બિટ્સ, રાજદના મનોજ ઝા, રાષ્ટ્રવાદીના ફૌજિયા ખાન, સપાના વિશ્વંભર નિષાદ, કોંગ્રેસના છાયા વર્માનો સમાવેશ થાય છે. આ સિવાય લોકસભાની વિત્ત સમિતીના અધ્યક્ષ જયંત સિન્હા, પરિવહન, પર્યટન અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ વિજયસાઈ રેડ્ડીના નામનો સમાવેશ થાય છે.
દેશના ભૂતપૂર્વ દિવંગત રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના સૂચન બાદથી જ ઉત્કૃષ્ટ કામગિરી કરનારા એમપીને સંસદ રત્ન પુરસ્કારથી નવાજવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી 90 એમપીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.