2022ના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બધા જ લોકો 2023ને કઈ રીતે વધુ સુંદર અને હેપનિંગ બનાવી શકાય, તેનું સ્વાગત કઈ રીતે કરવું એ બધી તૈયારીઓમાં વ્યસ્ત છે. આ જ દિશામાં આગળ વધીને અમે આજે તમારા માટે કેટલીક એવી વાસ્તુ ટિપ્સ લઈ આવ્યા છીએ કે જેને અપનાવીને તમે વર્ષના 365 દિવસ મા લક્ષ્મીની કૃપા પામી શકશો.
નળમાંથી ટપકતું પાણી
વાસ્તુમાં પાણીનું ગળવું એ દોષ છે. નળમાંથી પાણી ટપકવું એ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. જો બાથરુમના નળમાંથી પાણી ટપકે છે તો નવા વર્ષ પહેલાં જ એને રિપેયર કરાવી લો. ખરાબ નળમાંથી પૈસો પાણીની જેમ વહી જશે.
બાથરુમમાં ના મૂકો ભીના કપડાં
કહેવાય છે કે બાથરુમમાં ભીના કપડાં મૂકી રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ બાથરુમમાં ભીના કપડાં રાખવાની મનાઈ છે. જો તમને પણ બાથરુમમાં ભીના કપડાં મૂકી રાખવાની આદત છે તો આજે જ આ આદતને બદલી નાખો. વાસ્તુ જાણકારોના મતે ભીના કપડાં રાખવાને સૂર્ય દોષ લાગે છે.
ટૂટેલો અરીસો
વાસ્તુ શાસ્ત્રમાં સાચી દિશા અને સાચી જગ્યા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઘરમાં રાખવામાં આવેલી ખરાબ વસ્તુઓથી નકારાત્મકતા ફેલાય છે. એવામાં જો તમે ચાહો છો કે નવા વર્ષમાં તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે તો વાસ્તુમાં કેટલી બાથરુમ ટિપ્સ જણાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવા વર્ષ પહેલાં બાથરુમમાંથી ટૂટેલો અરીસો દૂર કરો. બાથરુમમાં ટૂટેલો અરીસો ના રાખવો જોઈએ. કહેવાય છે કે ટૂટેલો કાચ વાસ્તુ દોષ લાવે છે અને તેને કારણે વ્યક્તિએ પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.
નહીં રાખો ખાલી બાલદી
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બાથરુમમાં ખાલી બાલદી રાખવી નહીં. માન્યતા છે કે બાથરુમમાં મૂકવામાં આવેલી ખાલી બાલદી દુર્ભાગ્યનું કારણ બને છે. બાથરુમમાં ક્યારેય પણ ખાલી બાલદી નહીં મૂકવી જોઈએ. જો તમને પણ ખાલી બાલદી મૂકી રાખવાની ટેવ છે તો અત્યારથી જ આ આદત બદલી નાખો અને બાલદીમાં પાણી ભરીને રાખો.