વર્ષ 2016માં નોટબંધી બાદ સરકારે 2000 રૂપિયાની ચલણી નોટો બહાર પાડી હતી, જેને પાછી લઈ લેવાની માગણી સંસદભવનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ માગણી રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની નોટનો અર્થ હાલમાં બ્લેક મની થઈ ચૂકી છે. સરકારને ત્રણ વર્ષની મુદત આપીને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટને પાછી લઈ લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે છ વર્ષ પહેલા આઠમી નવેમ્બર 2016ના દિવસે મોદી સરકારે 1,000 અને 500 રૂપિયાની જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી, જે બાદ 2,000 રૂપિયાની ચલણી નોટ બજારમાં લાવવામાં આવી હતી. 2,000ની નોટની જમાખોરી થઈ રહી હોવાની ઘટનાઓ પણ બની રહી છે. આ ઉપરાંત તેની નકલી નોટ બજારમાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
સવાલ એ ઉઠી રહ્યો છે કે 2,000ની ગુલાબી નોટ ક્યાં ગઈ એવો સવાલ ઉઠી રહ્યો છે. આ અંગે વર્ષ 2021ના ડિસેમ્બરના શિયાળુ સત્રમાં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યપું હતપં કે, 2018-19 બાદ 2,000ની નોટની પ્રિન્ટિંગનો નવો આદેશ જાહેર કરવામાં આવ્યો નથી, તેથી નોટનું પ્રિન્ટિંગ બંધ હોવાથી બજારમાં તેની કમી સર્જાઈ છે. આરબીઆઈએ Annual Report માં 2,000ની નોટની સર્ક્યુલેશનમાં ઘટાડો નોંધાયો હોવાની કબૂલાત કરી હતી.