Homeઆમચી મુંબઈ2000 રૂપિયાની નોટબંધી બનશે સાંઈબાબા શિરડી સંસ્થાન માટે માથાનો દુઃખાવો?

2000 રૂપિયાની નોટબંધી બનશે સાંઈબાબા શિરડી સંસ્થાન માટે માથાનો દુઃખાવો?

અહમદનગર: આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો અને બસ ત્યારથી જ આની ક્યાં ક્યાં અને કેવી કેવી અસર જોવા મળશે એની બાબતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. 2016માં કરવામાં આવેલી નોટબંધી વખતે ભાવિકોએ પૈસા શિરડીના સાંઈબાબા મંદિરની દાનપેટીમાં નાખી દીધી હતી અને એને કારણે મંદિરના વ્યવસ્થાપકોના માથાનો દુઃખાવો વધી ગયો હતો. હવે આ વખતે નોટ બદલવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે, જેને કારણે આવું થવાની શક્યતા નહીંવત છે.

અત્રે ઉલ્લેખનીય છે તે 2016માં 500 અને 1000 રૂપિયાની ચલણમાંથી બાદ કરવામાં આવતા ભાવિકોએ આ નોટો મંદિરની દાનપેટીમાં પધરાવી હતી અને સંસ્થાન પાસે સવા બે કરોડ રૂપિયાની નોટો જમા થઈ ગઈ હતી. એ સમયે નોટબંધીનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો હતોતેથી નોટ બદલીને મળશે એવી શક્યતા નહીંવત દેખાતા કે પછી એ કડાકૂટમાં કોણ પડે એવા ભાવિકોએ આ નોટો મંદિરની દાનપેટીમાં નાખી હતી.

સંસ્થાન દ્વારા નિયમિતપણે બેંકમાં પૈસા ડિપોઝીટ કરવામાં આવે છે અને એટલે જ એ બધા પૈસા સમયસર બેંકમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ મુદત પૂરી થઈ ગયા બાદ પણ સંસ્થાન પાસે આશરે 71 લાખ રૂપિયાની નોટ દાનપેટીમાં જોવા મળી હતી.

ભૂતકાળના અનુભવના આધારે હવે બે હજાર રૂપિયાની નોટબંધી પછી શું થશે એવી ઉત્સુક્તા લોકોમાં જોવા મળી રહી છે. પણ ગયા વખતે થયેલી મુશ્કેલી કે અફડાતફડીના માહોલની સરખામણીએ આ વખતે પરિસ્થિતિ કાબુમાં રહેશે, એવી શક્યતા ઓછી છે. આ વખતે નાગરિકોને નોટ બદલા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે અને તેમ છતાં જો આ નોટો દાનપેટીમાં નાખવામાં આવી તો પણ એટલો ત્રાસ નહીંથાય.

સાઈબાબા સંસ્થાન પાસે દાનમાં આવતી રકમ દર મંગળવાર અને શુક્રવારે કરવામાં આવે છે અને આ રકમ તરત જ બેંકમાં જમા કરાવવામાં આવે છે. તેથી જો આ સમયે પણ દાનપેટીમાં 2000 રૂપિયાની નોટ આવી પણ જાય તો એટલી ખાસ મુશ્કેલી નહીં પડે. પણ ગયા વખતે પણ નોટબંધી બાદ દાનપેટીમાં જૂની નોટો આવવાનું પ્રમાણ વધી ગયું હતું એ જ રીતે દાનપેટીમાં આવતી બે હજારની નોટનું પ્રમાણ હજી વધી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -