સૂકેશ ચંન્દ્રશેખર 200 કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસમાં હાલમાં જેલમાં છે. છેલ્લાં કેટલાંય સમયથી આ કેસમાં અલગ અલગ ખૂલાસા થઇ રહ્યાં છે. દિલ્હીની જેલમાં બંધ સૂકેશ ચંદ્રશેખરે ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝને પત્ર લખ્યો છે. આ પત્રમાં સૂકેશે જેકલીનને ઇસ્ટરની શુભેચ્છા આપી છે.
200 કરોડ રુપિયાના ગોટાળામાં સૂકેશ હાલમાં દિલ્હીની જેલમાં સજા ભોગવી રહ્યો છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ પર પણ અનેક આરોપ કરવામાં આવ્યા છે. આ મની લોન્ડરિંગ કેસ સાથે મારો કોઇ સંબંધ નથી. આવું જેકલીને કહ્યું છે. તથા તેણે પોતાના પર લગાવવામાં આવેલ તમામ આરોપોને રદીયો આપ્યો છે.
સૂકેશે જેકલિનને આપેલા પત્રમાં લખ્યું છે કે, જેકલિન માય બેબી, માય બોમ્મા. બેબી મારા તરફથી તને ઇસ્ટરની શુભકામનાઓ. આ તહેવાર તારા મનગમતા તેહેવારોમાંથી એક છે એની મને જાણ છે. ઇસ્ટર એગ્જ માટેનો તારો પ્રેમ મને એની બહુ યાદ આવી રહી છે.
તારામાં જે બાળપણ વસે છે એ જોવા હું ઉત્સુક છું જે આ એગ્જને તોડીને એમાં કેન્ડી નાંખે છે. તને ખબર નથી પણ તું બહું ક્યુટ અને સુંદર છે. આ પૃથ્વી પર તારા કરતાં સુંદર કોઇ જ નથી. આય લવ યુ માય બેબી. એવું સૂકેશે પત્રમાં લખ્યું છે.
આ સમય પણ નિકળી જશે. ફરી સારા દિવસો આવશે. મને તારી ક્ષણે – ક્ષણે યાદ આવે છે. અને મને ખબર છે કે તું પણ મને યાદ કરતી હોઇશ. હું તને વચન આપું છું કે આવતાં વર્ષનો ઇસ્ટર તારા માટે ખાસ હશે. અગાઉ તે ક્યારેય આવા પ્રકારે ઇસ્ટર સેલિબ્રેટ નહીં કર્યો હોય. હું ચોક્કસ તેવો પ્રયત્ન કરીશ. આવો વાયદો પણ તેણે પત્ર દ્વારા કર્યો છે.