Homeટોપ ન્યૂઝમધ્યપ્રદેશમાં ચોરીના આરોપી બે સગીરને ટ્રક સાથે બાંધીને રસ્તા પર ઘસડ્યા

મધ્યપ્રદેશમાં ચોરીના આરોપી બે સગીરને ટ્રક સાથે બાંધીને રસ્તા પર ઘસડ્યા

મધ્યપ્રદેશના ઈન્દોરમાં સૌથી મોટા ચોઈથરામ શાક માર્કેટમાં બે સગીર યુવકોને તાલિબાની સ્ટાઈલમાં માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે બંને સગીર સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત વાયરલ વીડિયોના આધારે, પોલીસ મારપીટ કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધવાની અને તેમને આરોપી બનાવવાની તૈયારી કરી રહી છે.
ઈન્દોરમાં બે સગીરોને તાલિબાની શૈલીમાં સજા કરવામાં આવી હતી. પહેલા બંનેને બેફામ માર મારવામાં આવ્યો હતો અને પછી બંનેને ટ્રક સાથે બાંધીને આખા બજારમાં ખેંચી જવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે બંને સગીર શંકાસ્પદ હાલતમાં બજારમાં ફરતા હતા અને વાહનમાંથી કેટલાક પૈસા, મોબાઈલ અને સામાન કાઢી રહ્યા હતા ત્યારે એક વાહનના ડ્રાઈવરે તેઓને જોયા હતા. આ પછી ત્યાં ઉભેલા અન્ય કારચાલકોએ તેમને બેરહેમીથી મારવાનું શરૂ કર્યું. ત્યાર બાદ બંનેને સાંકળ વડે ટ્રક સાથે બાંધીને શાકમાર્કેટની આસપાસ ખેંચી ગયા હતા.
આ સમગ્ર ઘટના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોઈથરામ શાક માર્કેટમાં બની હતી. પોલીસે ખંડવા જિલ્લાના કાટકુટના રહેવાસી બે વેપારી અને એક ડ્રાઈવરની ફરિયાદ પર બંને સગીર વિરુદ્ધ કેસ નોંધીને તેમને કસ્ટડીમાં લીધા હતા. બંને સગીરોને મેડિકલ માટે એમવાય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ઇન્દોરના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સગીરો સાથે તાલિબાની જેવો ક્રૂર વર્તાવ કરવામાં આવ્યો હતો. અમે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની શોધ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરીશું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -