મુંબઇ: વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લ્બ ઑઇ ઇન્ડિયા અને ડબ્લ્યુ.આઇ.એ.એ.ના સંયુક્ત ઉપક્રમે આજે ‘એન્યુઅલ વિન્ટેજ કાર ફિયેસ્ટા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેને મહારાષ્ટ્ર સરકારના પ્રવાસનપ્રધાન મંગલ પ્રભાત લોઢા સવારે ૯.૩૦ વાગ્યે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ ખાતેથી ફ્લેગ ઑફ આપશે. આ ઇવેન્ટમાં ૧૯૩૪ની ગ્રેસવૅનોર વૉક્સહૉલ સેવન સિટર ખાસ આકર્ષણ છે. એને ખાસ આ ઇવેન્ટ માટે પુનાથી લાવવામાં આવ્યું છે. જેના માલિક પ્રદ્યુમ્ન આશર છે. આ ઇવેન્ટમાં ૧૫૦થી વધુ કાર અને ટુ-વ્હીલર્સ ભાગ લેશે.